Kapil Sharma Singing Sidhu Moose Wala 295 Song: પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના મૃત્યુને ઘણો સમય વીતી ગયો છે. સિદ્ધુ મુસેવાલાના જવાથી પંજાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે. જો કે, ઘણા ફિલ્મ સ્ટાર્સ અને ચાહકો આજે પણ સિદ્ધુ મૂસેવાલાને યાદ કરતા જોવા મળે છે. આ દરમિયાન જાણિતા કોમેડિયન કપિલ શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કપિલ સિદ્ધુ મૂસેવાલાનું 295 ગીત ગાતી વખતે ઈમોશનલ થઈ જાય છે. આ સાથે કપિલ સિદ્ધુ મૂસેવાલા વિશે મહત્વની વાત કહેતો જોવા મળ્યો હતો.
કપિલ શર્માએ સિદ્ધુ મૂસેવાલાને શ્રદ્ધાંજલિ આપીઃ
કપિલ શર્માએ લાઈવ કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર સિદ્ધુ મૂસેવાલાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગનો એક થ્રોબેક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે અંતર્ગત કપિલે સિદ્ધુ મૂસેવાલાનું સુપરહિટ ગીત 295 ગાયું હતું. પરંતુ આ ગીત ગાયાના થોડા સમય બાદ કપિલ શર્માની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા અને તે સ્ટેજ પર જ રડી પડ્યો. આ પછી કપિલે સિદ્ધુ મૂસેવાલા વિશે કહ્યું કે, જે કલાકારો દિલમાં વસી જાય છે, તેઓ શારીરિક રીતે દુનિયાથી ચાલ્યા જાય છે, પરંતુ તેમને દિલ અને દિમાગમાંથી કાઢવું ખૂબ મુશ્કેલ છે. તમને હંમેશા યાદ કરવામાં આવશે, અમે હંમેશા તમારા ગીતોનો આનંદ લઈશું.
કપિલનો આ વીડિયો થયો વાયરલઃ
કપિલ શર્મા દ્વારા સિદ્ધુ મૂસેવાલા પ્રત્યેનો આટલો પ્રેમ અને લાગણી જોઈને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. કપિલનો આ વીડિયો ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ સાથે કેટલાક ચાહકો કોમેન્ટ કરીને કપિલ શર્માની આ સ્ટાઇલની પ્રશંસા કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કપિલ શર્માનો આ વીડિયો કેનેડાનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યાં તે ટીમ સાથે ધ કપિલ શર્મા શો કરવા આવ્યો હતો.