મુંબઈ: કૉમેડિયન કપિલ શર્મા પોતાના શાનદાર કોમેડિથી લોકોનું મનોરંજન કરે છે. તે કરોડો દિલો પર રાજ કરે છે. તેનું ફેન ફોલોવિંગ પણ બોલીવૂડ સ્ટાર્સ કરતા પણ વધારે છે. ધ કપિલ શર્મા શોના વીકેન્ડ એપિસોડ માટે કપિલ શર્મા એક કરોડ રૂપિયા ચાર્જ કરે છે. પરંતુ શું તમે જાણો છો તે વર્ષમાં કેટલો ટેક્સ ભરે છે.


કપિલ શર્માએ પોતાના શોમાં ખુલાસો કર્યો હતો કે તે 15 કરોડ રૂપિયા ટેક્સ ભરે છે. તેમણે કહ્યું હતું કે ટેક્સ ભરતા રહેવું જોઈએ, તેનાથી દેશનો વિકાસ થાય છે. આ એપિસોડ તો ઘણો જૂનો છે. એ સમયે નવજોત સિંહ સિદ્ધુ શોનો ભાગ હતા. આ એપિસોડમાં એશ્વર્યા રાય બચ્ચન ગેસ્ટ બની આવી હતી.

એશ્વર્યા રાયની એન્ટ્રીય બાદ સિદ્ધુ શાયરાના અંદાજમાં સ્વાગત કરતા કરે છે, જેના પર કપિલ શર્મા મજાક ઉડાવે છે. તેના પર સિદ્ધુ એશ્વર્યાને કપિલના અલગ વર્તન વિશે જણાવે છે. સિદ્ધુ કહે છે કે 'તેના દરેક વાતમાં વિરોધાભાસ હોય છે. 12 કરોડ રૂપિયાનો ટેક્સ ભરે છે અને પોતાના ગરીબ ગણાવે છે.'

આ વાત પર રિએક્શન આપતા કપિલ શર્મા કહે છે, 'ટેક્સ આપવો જોઈએ ભાઈ, દેશની તરક્કી માટે જરૂરી છે. પરંતુ તમે ત્રણ ઓછા બતાવ્યા, મે 15 આપ્યા હતા.પરંતુ હવે કપિલનો ટેક્સ વધ્યો હોવાની સંભાવના છે. કારણ કે શોની બીજી સિઝનમાં તેણે પોતાની ફી 30 ટકા સુધી વધારી ચે. પહેલા એક એપિસોડના 60થી 70 લાખ રૂપિયા લેતા હતા. હવે એક કરોડ રૂપિયા લે છે. પહેલા કરતા વધારે જાહેરખબરો કરે છે.