Kangana Ranaut On Karan Johar: બિંદાસ્ત અભિપ્રાય અને આખાબોલા પણા માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌત સતત બોલિવૂડ પર નિશાન સાધી રહી છે. તે અવારનવાર બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર કરણ જોહરને ટોણો મારતી રહી છે. હવે અભિનેત્રીએ એક જૂના ઇન્ટરવ્યુને લઈને ફરી એકવાર કરણ જોહર પર નિશાન સાધ્યું છે. કંગનાએ ફિલ્મ નિર્માતાની એક ઇન્ટરવ્યુ ક્લિપ શેર કરી છે જેમાં કરણ જોહર કંગનાને કામ ન આપવા વિશે વાત કરતા સાંભળી શકાય છે.
કરણે કંગનાને કામ ન આપવાની વાત કરી હતી
કંગનાએ શેર કરેલી કરણ જોહરની જૂની વીડિયો ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે. કરણને ક્લિપમાં કહેતા સાંભળી શકાય છે, "જ્યારે તે (કંગના) 'મૂવી માફિયા' કહે છે ત્યારે તેનો અર્થ શું થાય છે કારણ કે તેઓ શું લાગે છે કે અમે શું કરી રહ્યા છીએ. અમે તેને કામ નથી આપતા? શું આ વાત જ અમને માફિયા બનાવે છે? ના, અમે આ અમારી મરજીથી કરીએ છીએ. હું આમ એટલે કરૂ છું કે, કારણ કે કદાચ મને તેની સાથે કામ કરવામાં રસ નથી.
કંગનાએ કરણ પર તેની મજાક કરવાનો લગાવ્યો હતો આરોપ
તેણીની અગાઉની એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન, અભિનેત્રીએ આ નિવેદનનો જવાબ આપતાં કહ્યું હતું કે, કેવી રીતે કરણે આઈફા સ્ટેજ પર મારી મજાક ઉડાવી હતી. તેણે કહ્યું હતું કે, હું કેવી રીતે બેરોજગાર છું અને નોકરી શોધી રહી છું? મારા કહેવાનો મતલબ છે કે, મારી પ્રતિભા જુઓ અને સામે તેની ફિલ્મો જુઓ, મારો મતલબ ખરેખર આ હતો?"
કંગનાએ એડિટેડ વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો
અભિનેત્રીના ફેન પેજ પર આ બંને ક્લિપ્સનો એડિટેડ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, "માફિયા જોહર કંગનાના એપિક જવાબની રાહ જુઓ." તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી હેન્ડલ પર આને શેર કરતા કંગનાએ આગળ લખ્યું, "ચાચા ચૌધરી આ તુચ્છ આક્રોશ બદલ આભાર, જ્યારે હું મારી જાતને એક ફિલ્મ નિર્માતા અને નિર્માતા તરીકે સ્થાપિત કરીશ ત્યારે હું તેને તારા ચહેરા પર લગાવીશ."
કંગનાએ કરણ જોહર પર તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો
ગયા અઠવાડિયે કંગનાએ કરણ જોહર પર તેને ધમકી આપવાનો આરોપ લગાવતી બીજી પોસ્ટ શેર કરી હતી. બાદમાં, હિન્દીમાં એક કવિતા શેર કરતા કંગનાએ તેની મજાક ઉડાવી અને લખ્યું, “એક સમય હતો જ્યારે ચાચા ચૌધરી એલીટ નેપો માફિયા લોકો સાથે રાષ્ટ્રીય ટેલિવિઝન પર મારું અપમાન અને ધમકી આપતા હતા કારણ કે હું અંગ્રેજી બોલી શકતી નહોતી. આજે તેની હિન્દી જોઈને મને લાગ્યું કે, હવે માત્ર તારી હિન્દી સુધરી છે, જોઈએ આગળ શું શું થાય છે.