મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના રનૌત બોલિવૂડ પર અનેક આરોપો લગાવી રહી છે. તેણે કહ્યું કે, બોલિવૂડ પર મૂવી માફીયાઓનું રાજ છે. તેણે આ મૂવી માફીયાઓ અને કરણ જૌહર, મહેશ ભટ્ટ અને આદિત્ય ચોપરા જેવા ફિલ્મ મેકર્સ અને પ્રોડ્યુસર્સ પર સુશાંતનું કરિયર ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.


તાજેતરમાં જ એક ટીવી ચેનલ ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે, બોલિવૂડમાં આ લોકો સુશાંત સિંહ રાજપૂત સાથે કેવો વ્યવહાર કરતા હતા. કંગનાએ કહ્યું કે, આ મૂવી માફીયાઓ કેટલાક મીડિયાવાળાઓને બોલાવતા હતા અને તેમને કોઇ પણ વ્યક્તિ વિરુદ્ધ બકવાસ વાતો લખાવતા હતા. તેણે સુશાંત ઉપર લખાયેલા રિપોર્ટનું ઉદાહરણ આપ્યું હતું. આ લોકોએ સુશાંતના ચરિત્રનું ચીરહરણ કર્યું અને તેને બળાત્કારી ગણાવ્યો જેનાથી તેનું અને સારા અલી ખાનનું બ્રેકઅપ થઇ જાય. સાથે જ સુશાંત પર પ્રતિબંધ પણ લગાવ્યો.

કંગનાએ દાવો કર્યો હતો કે કરીના કપૂરે સારા અલી ખાનને કહ્યું હતું કે, તે પોતાના પ્રથમ કો-સ્ટાર (સુશાંત સિંહ)સાથે ડેટ ના કરે. કંગનાએ કહ્યું કે, સુશાંત સારાને ડેટ કરી રહ્યો હતો ત્યારે આ લોકો તેઓનું બ્રેકઅપ કરાવવા માંગતા હતા. એટલે સુધી કે કરીનાએ જ સારાને કહ્યું હતું કે, તે પોતાના પ્રથમ હીરો સાથે ડેટ ના કરે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ