નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્ર્ગ્સ કેસમાં ધરપકડ થયેલી રિયા ચક્રવર્તીએ 25 બૉલિવૂડ સેલેબ્સન નામનો ખુલાસો કર્યો છે. જેનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. આ નામોમાં ત્રણ નામ જાહેર થયા છે. જેમાં સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને રણવીર સિંહની ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટા. હવે આ મામલે નામ આવ્યા બાદ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને કહ્યું કે, તેમનું નામ ઘૂસાડવામાં આવી રહ્યું છે અને તેની છબીને ખરાબ કરવામાં આવી રહી છે.

રકુલ પ્રીત સિંહે પોતાની અરજીમાં કહ્યું કે, “જે રિયા ચક્રવર્તીના નિવેદનના આધાર પર તેમની વિરુદ્ધ ડ્રગ્સ લેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તે રિયા કોર્ટમાં પોતાના નિવેદનથી ફરી ગઈ છે અને તેને જબરજસ્તી લેવામાં આવેલું નિવેદન ગણાવી ચૂકી છે. હાલમાં આ મામલે દિલ્હી હાઈકોર્ટમા સુનાવણી ચાલી રહી છે.”


એક્ટ્રેસની દલીલ છે કે, મીડિયા આ પ્રકારે તેમની વિરુદ્ધ વિરોધાત્મક કેમ્પેઈન નથી ચલાવી શકું છું. રકુલ પ્રીત તરફથી કહેવામાં આવ્યું કે, મને એક શૂટિંગ દરમિયાન ખબર પડી કે, રિયાએ મારું અને સારાનું નામ લીધું છે, ત્યા પછી મને સતત મીડિયામાં બદનામ કરવામાં આવી રહી છે. રકુલ પ્રીતની દલીલ છે કે, આ મામલાની તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને જે રીતે તેનું નામ ડ્ર્ગ્સ કેસમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે, તેનાથી તેની છબીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને આવી ચેનલો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.
રકુલ પ્રીતની દલીલ છે કે, હાલમાં તેની વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા કેમ્પેઈન અને આરોપો પર રોક લગાવવા કોર્ટ આદેશ કરે. એક્ટ્રેસ દ્વારા મૌલિક અધિકારોના હનની વાત કરવામાં આવી રહી છે. દલીલમાં કહેવામાં આવ્યું છે કે, કેસ હજુ કોર્ટમાં પેન્ડીંગમાં છે તેથી આ મામલે મીડિયામાં કંઈ પણ કવરેજ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવે.