Katrina Kaif Corona Positive: અભિનેત્રી કૈટરીના કૈફ(Katrina kaif) કોરોના વાયરસથી (Coronavirus)સંક્રમિત થઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્સના માધ્યમથી આ જાણકારી આપી છે. અભિનેત્રી કૈટરીના કૈફે પોતાના નિવેદનમાં કહ્યું, 'મારો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મે પોતાને આઈસોલેટ કરી છે અને હોમ ક્વોરન્ટાઈનમાં રહીશ.'



અભિનેત્રીએ કહ્યું, હું પોતાના ડૉક્ટરોની સલાહ પ્રમાણે તમામ પ્રોટોકોલ્સનું પાલન કરી રહી છું. હું મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ કરુ છુ કે તેઓ તાત્કાલિક પોતાનો ટેસ્ટ કરાવી લે. તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર. સુરક્ષિત રહો અને પોતાનું ધ્યાન રાખો. 





ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોમાં ઘણા સેલેબ્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. અક્ષય કુમાર, આમિર ખાન, આલિયા ભટ્ટ, આર માધવન, રણબીર કપૂર, ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણશાલી, ગાયક આદિત્ય નારાયણ, અભિનેત્રી ભૂમિ પેડનેકર, વિક્કી કૌશલ અને શશાંક ખેતાન સંક્રમિત થયા છે. 


 


અક્ષય કુમાર (Akshay Kumar) કોરોના સંક્રમિત


બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) કોરોના સંક્રમિત (Coronavirus) થઇ ગયો છે. આ વાતની જાણકારી તેને ખુદ ટ્વીટ કરીને આપી. અક્ષય હાલ પોતાની આગામી ફિલ્મ રામસેતુનુ શૂટિંગ કરી રહ્યો હતો. આવામાં તેની ટીમના અન્ય સભ્યોનો પણ કોરોના ટેસ્ટ (Mumbai Coronavirus) કરવામાં આવ્યો, જેમાં લગભગ 45 જૂનિયર આર્ટિસ્ટ (crew members corona) પણ કોરોના પૉઝિટીવ આવ્યા છે. 


 


ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇના જનરલ સેક્રેટરી અશોક દુબેએ આ વાત જાણકારી આપી. અશોકે કહ્યું કે, રામસેતુનુ (Ram Setu Movie) શૂટિંગ પુરેપુરી સુરક્ષાની સાથે કરવામાં આવી રહ્યું હતુ, આ એકદમ દુઃખદ છે કે છતાં 45 જૂનિયર આર્ટિસ્ટ કોરોનાથી સંક્રમિત નીકળ્યા છે, અને તેમને ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. 


 


અક્ષય કુમારના પ્રૉડક્શન હાઉસ કેપ ગુડ ફિલ્મ્સ અને વિક્રમ મલ્હોત્રાના અબુંદંતિયા એન્ટરટેન્ટમેન્ટે આ વાતનુ પુરેપુરી ધ્યાન રાખ્યુ હતુ, કે કોઇ ઢીલ ના રહે અને સેટ પર આવતા પહેલા તમામ આર્ટિસ્ટ્સનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કુલ 100માંથી જે 45 જૂનિયર આર્ટિસ્ટ કોરોના સંક્રમિત થયા છે, તેમને તાત્કાલિક મેડિકલ મદદ આપવામાં આવી છે. 


 


કોરોના ટેસ્ટ પર ખર્ચ્યા લાખો રૂપિયા...
સ્પૉટબૉયના એક નજીકના સુત્રોએ જણાવ્યુ કે - તાજેતરમાં જ થોડાક દિવસો પહેલા જ તમામ આર્ટિસ્ટનો કોરોના ટેસ્ટ કરાવવવામા આવ્યો હતો. જે લોકો આ ટેસ્ટમાં નેગેટિવ ન હતા, તેમને આઇસૉલેટ કરી દેવામાં આવ્યા હતા, અને એટલુ જ નહીં કોઇ સેટ પર સારુ ના અનુભવતુ હોયો તો તેને તરતજ આઇસૉલેટ કરી દેવામાં આવતા હતા. તમને સૌથી વધુ સંખ્યામાં પીપીઇ કીટ પણ રામસેતૂના સેટ પર મળશે. લાખો રૂપિયા ફક્ત કોરોના ટેસ્ટ અને આઇસૉલેશન પર ખર્ચ કરવામાં આવ્યા છે.