Vicky Kaushal Birthday: ફિલ્મ 'જરા હટકે-જરા બચકે' માટે હેડલાઇન્સ બનાવનાર એક્ટર વિકી કૌશલે ગત રોજ તેના 35માં જન્મદિવસની ઉજવણી કરી. આ અવસર પર ફેન્સ અને સેલેબ્સ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી શુભકામના પાઠવી હતી. અને હવે અભિનેતાની પત્ની અને સુંદર અભિનેત્રી કેટરિના કૈફે વિકીને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.






કેટરીનાએ તેના જન્મદિવસ પર તેના પતિ પર પ્રેમ વરસાવ્યો


કેટરિના કૈફે તેના જન્મદિવસને ખાસ બનાવવા માટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિકી કૌશલ સાથેની બે તસવીરો શેર કરી છે. આમાંથી એક તસવીરમાં વિકી અને કેટરીના ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ આ કપલ ખૂબ જ ક્યૂટ સ્માઈલ સાથે કેમેરા સામે પોઝ આપી રહ્યું છે. આ તસવીરમાં કેટરીના પીચ કલરનો ડ્રેસ પહેરીને સોફા પર બેઠી છે અને વિકી તેને ગળે લગાવીને હસતો જોવા મળે છે. ફેન્સ કપલની આ બંને તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.






કેટરિનાએ કેપ્શનમાં શું લખ્યું?


આ સુંદર તસવીરો શેર કરતા કેટરીનાએ કેપ્શનમાં લખ્યું – થોડા સા ડાન્સ… ઘણો પ્રેમ… હેપ્પી બર્થ ડે મારા દિલ… આ સાથે જ એક્ટ્રેસે હાર્ટ ઈમોજી પણ બનાવ્યું છે… કેટરીનાના વિક્કીના ફેન્સ પણ આ પોસ્ટ દ્વારા તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.


વિકી આ ફિલ્મમાં સારા સાથે જોવા મળશે


વર્કફ્રન્ટની વાત કરીએ તો વિકી કૌશલ છેલ્લે ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'માં જોવા મળ્યો હતો. હવે ટૂંક સમયમાં સારા અલી ખાન સાથે ફિલ્મ 'જરા હટકે-જરા બચકે'માં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જે દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાન અને વિકીની આ ફિલ્મ 2 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.