KBC 2024 Online Registration: અમિતાભ બચ્ચનનો શો ‘કૌન બનેગા કરોડપતિ’ ખૂબ ચર્ચામાં રહે છે. ચાહકો દરેક સીઝનમાં અપાર પ્રેમ આપે છે. હવે શોની 16મી સીઝન ટૂંક સમયમાં આવવાની છે. શો માટે રજીસ્ટ્રેશન 26મી એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે.






ગયા અઠવાડિયે ચેનલે શોના કમબેકની જાહેરાત કરી હતી. હવે શો માટે રજીસ્ટ્રેશન શુક્રવારથી શરૂ થઈ રહ્યું છે, તેથી ચાહકો જાણવા માંગે છે કે તેઓ ઘરે બેઠા શો માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.


કેવી રીતે થશે રજીસ્ટ્રેશન?


KBC માટે રજીસ્ટ્રેશનની બે પદ્ધતિઓ છે. એક જૂની પદ્ધતિ છે, જેમાં તમારે SMS દ્ધારા પ્રશ્નનો જવાબ અને વિગતો મોકલવાની રહેશે. બીજી રીત Sony Liv એપ દ્વારા છે. સોની ટીવી પર 26 એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે. દર્શકોએ પ્રશ્નનો જવાબ આપવો પડશે અને એસએમએસ દ્વારા અથવા સોની લિવ એપ્લિકેશનમાં લોગ ઇન કરીને તેમની વિગતો આપવી પડશે. આ પછી જે સહભાગીઓ આગળ વધશે તેઓએ પછીથી ઇન્ટરવ્યુ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.


નોંધનીય છે કે ‘કૌન બનેગા કરોડપતિ’ની શરૂઆત 2000માં થઈ હતી. અત્યાર સુધી શોની 15 સીઝન આવી ચૂકી છે. અમિતાભ બચ્ચન શરૂઆતથી જ આ શોને હોસ્ટ કરી રહ્યાં છે, શાહરૂખ ખાને માત્ર એક સીઝન હોસ્ટ કરી હતી. જો કે, તે સીઝન ચાહકોને પસંદ આવી ન હતી.


KBC ક્યારે શરૂ થશે?


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શો ‘કૌન બનેગા કરોડપતિ’ જૂલાઈના અંતમાં અથવા ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે. આ શો શ્રીમદ રામાયણ અને મહેંદી વાલા ઘરને રિપ્લેસ કરશે. શોના પ્રીમિયરની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. શોનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. અમિતાભ બચ્ચન આ માટે ઘણી મહેનત કરી રહ્યા છે. તે સતત 8 કલાક કામ કરે છે. અમિતાભ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી કોઈપણ ટ્રેડિશનલ બ્રેક વિના કામ કરી રહ્યા છે.