'KGF' ફેમ કૃષ્ણા જી રાવ વિશે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા કૃષ્ણા જી રાવનું 70 વર્ષની વયે નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, કૃષ્ણાજી ઘણા સમયથી બીમાર હતા. સારવાર માટે તેમને બેંગ્લોરના સીતા સર્કલ પાસે વિનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.






કૃષ્ણાજી રાવની તબિયત ખરાબ હોવાને કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમને બીમારી અંગેની કોઇ જાણકારી મળી શકી નથી. પરંતુ હા, એવું ચોક્કસપણે કહેવામાં આવી રહ્યું છે કે વધતી જતી ઉંમર સાથે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો શરૂ થઈ ગયો હતો. કૃષ્ણા જી રાવ સાઉથ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર હતા. KGF સિવાય તે ઘણી મોટી લોકપ્રિય ફિલ્મોનો ભાગ રહી ચુક્યા છે.


યશની ફિલ્મે ઓળખ આપી


કૃષ્ણા જી રાવે યશ સ્ટારર ફિલ્મ KGFમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. KGF ફિલ્મ પ્રેમીઓએ તેની નોંધ લીધી જ હશે. એ વૃદ્ધ માણસ જેના કારણે યશની અંદર છુપાયેલ વ્યક્તિ એટલે કે રોકી ભાઈનો જન્મ થયો છે. KGF માં રોકી ભાઈ આ વૃદ્ધ માણસનો જીવ તો બચાવે છે, પરંતુ ઘણા મજૂરોના હૃદયમાંથી વિલનનો ડર પણ દૂર કરે છે. આ સીન ફિલ્મમાં મોટો ટ્વિસ્ટ લઈને આવ્યો હતો. રોકી ભાઈની એક્શન અને કૃષ્ણાજીની એક્ટિંગ જોઈને દર્શકો તાળી પાડ્યા વગર રહી શક્યા નહીં.


એવું કહેવામાં આવી રહ્યું છે કે કૃષ્ણાજી રાવ તેમના સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. તરત જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરે અભિનેતાને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ તેઓ તેમને બચાવી શક્યા નહીં. હોમ્બલે ફિલ્મ્સ પ્રોડક્શને ટ્વિટ કરીને અભિનેતાના મૃત્યુની પુષ્ટી કરી છે. કૃષ્ણાજી રાવ નાની ભૂમિકામાં પોતાના દમદાર અભિનયથી પ્રભાવિત કરતા હતા.


Sara Ali Khan એ કેમ અચાનક શેર કરી સુશાંત સિંહ રાજપૂત સાથેની તસવીર, કારણ જાણીને ભાવુક થઈ જશો


Sara Ali Khan and sushant-singh-rajput: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂત સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેની સાથે તેણે એક ખાસ કેપ્શન પણ લખ્યું છે.  સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ 'કેદારનાથ'ને ચાર વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ બી-ટાઉનમાં દર્શકોની સૌથી ફેવરિટ ફિલ્મોમાંની એક હતી.


આ અવસર પર સારા અલી ખાને ફિલ્મના સેટ પરથી ન જોયેલી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે સુશાંત સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરો શેર કરતા સારાએ લખ્યું કે, 4 વર્ષ પહેલા મારું સૌથી મોટું સપનું સાકાર થયું. તે હજી પણ એક સ્વપ્ન જેવું લાગે છે અને કદાચ હંમેશા રહેશે. સારાએ આગળ લખ્યું કે, હું ઓગસ્ટ 2017માં પાછા જવા માટે કંઈપણ કરીશ અને આ ફિલ્મના દરેક સીનને ફરીથી શૂટ કરવા માંગુ છું, દરેક ક્ષણને ફરીથી જીવવા માંગુ છું