મુંબઈ: અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ બેલ બોટમના કાસ્ટિંગ ડાયરેક્ટર આયુષ તિવારી અને તેના રૂમમેટ રાકેશ શર્મા સામે વર્સોવા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 376 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


લગ્નની લાલચ આપી રેપનો આરોપ

પીડિતા એક્ટ્રેસ તરીકે કામ કરે છે જેણે ઘણી ફિલ્મો અને ઓટીટી વેબસીરીઝમાં કામ કર્યું છે. પીડિતાનો આરોપ છે કે આયુષે લગ્નની લાલચ આપી ઘણા સમય સુધી તેની સાથે રેપ કર્યો છે. પીડિતાનો આરોપ છે કે જ્યારે તે તેના મિત્ર રાકેશ પાસે ફરિયાદ લઈને ગઈ તો તેણે પણ રેપ કર્યો.

ફિલ્મની સ્ટોરી 80ના દશકની છે

આ ફિલ્મને લોકડાઉનમાં શૂટ કરવામાં આવી અને તેની શૂટિંગ એક-દોઢ મહિનામાં જ લોકડાઉનમાં પૂરુ કરી લેવામાં આવ્યું હતું. ફિલ્મનુ ટીઝર પણ જાહેર થઈ ગયું છે. અક્ષય કુમાર સ્ટારર આ જાસૂસી ફિલ્મ છે. સ્ટોરી 80ના દશકની છે. ફિલ્મમાં અક્ષય સીક્રેટ એજન્ટના રોલમાં જોવા મળશે.