બોલિવૂડ:થોડા સમય પહેલા જ ફિલ્મ ‘શેરશાહ’ રિલીઝ થઇ. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ શાનદાર એક્ટિંગ કરી છે. જો કે કિયારા ફિલ્મ જોઇને ભાવુક થઇ ગઇ અને તેના આંખમાં આંસુ આવી ગયા. તેમનો આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે.
થોડા સમય પહેલા જ ફિલ્મ ‘શેરશાહ’ રિલીઝ થઇ. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. લોકો ફિલ્મમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરી રહ્યાં છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ફિલ્મનો વીડિયો જોઇને એક્ટ્રેસ કિયારા ભાવુક થતી જોવા મળે છે. તેમના આંખમાંથી આંસુ છલકી આવ્યાં. આ વીડિયો પર તેમના ફેન્સે જુદી-જુદી પ્રતિક્રિયા આપી છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, કિયારા ફ્લાઇટમાં મોબાઇલ તેમની ફિલ્મ ‘શેરશાહ’ જોઇ રહી છે. તે ફિલ્મનો એક સીન જોઇને ખૂબ જ ભાવુક થઇ ગઇ. કિયારા અને સિદ્રાર્થે આ ફિલ્મને લઇને ખૂબ મહેનત કરી છે. બંનેની જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.
આ ફિલ્મ કેપ્ટન વિક્રમ બત્રાની લાઇફ પર બની છે. કિયારા અને સિદ્ધાર્થે તેમની ગર્લફ્રેન્ડ ડિમ્પલની લવ સ્ટોરીને પડદા પર બખૂબી રજૂ કરી છે. ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મને સફળતા મળતા સિદ્ધાર્થે એક પાર્ટી રાખી હતી.જેમાં ફિલ્મ સાથે જોડાયેલા બધા જ સ્ટાર સામેલ થયા હતા.
કિયારાએ ડિમ્પલ ચીમાની ઓનસ્ક્રિન ભૂમિકા કરી અદા
આપને જણાવી દઇએ કે, ફિલ્મમાં ડિમ્પલ ચીમાએ ઓનસ્ક્રિન ભૂમિકા અદા કરી છે. રિયલ લાઇફમાં જ્યારે વિક્રમ શહિદ થઇ ગયા બાદ ડિમ્પલે અન્ય કોઇ સાથે લગ્ન ન કર્યાં. તે આજે પણ વિક્રમની વિધવા તરીકે એકલી જ જિંદગી વિતાવી રહી છે. તે ચંદીગઢની એક સ્કૂલમાં ટીચર છે.પરિવારના આગ્રહ છતાં પણ ડિમ્પલે અન્ય કોઇ સાથે સંસાર વસાવાનો વિચાર માંડી વાળ્યો, તે વિક્રમના યાદોની સહારે જીવીની આજે પણ ખુશ છે.