Shershaah: ફિલ્મ કરગિલમાં શહિદ થયેલા કેપ્ટન વિક્રમ બત્રાની કહાણી પર આધારિત છે. ફિલ્મમાં તેની મંગેતર ડિમ્પલ ચીમા સાથેની તેમની લવસ્ટોરી દર્શાવવામાં આવ્યો છે.
બોલિવૂડ એક્ટ્રર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ ‘શેરશાહ’ જે ગત સપ્તાહ રીલિઝ થઇ, જેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ ફિલ્મ કરગિલ યુદ્ધમાં શહિદ થયેલા કેપ્ટન બત્રાની કહાણી પર આધારિત છે. આ ફિલ્મમાં તેમની મંગેતર ડિમ્પલ ચીમા સાથેની તેમની લવ સ્ટોરીને પણ દર્શાવવામાં આવી છે. આ ફિલ્મના ગીતો પણ ખૂબ જ લોકો પ્રિય બન્યાં છે.
આ ફિલ્મમાં કિયારા આડવાણીએ કેપ્ટન વિક્રમ બત્રાનીમંગેતરની ભૂમિકા અદા કરી છે. તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા અદા કરી છે. તો ફિલ્મ બાદ વિક્રમ બત્રાની રિયલ ગર્લફ્રેન્ડ ડિમ્પલ ચીમાએ આ ફિલ્મ પર પ્રતિક્રિયા આપી છે. જેનો ખુલાસો એક્ટ્રેસે કર્યો છે. જે સમયે કરગિલનું યુદ્ધ છેડાયું ત્યારે ડિમ્પલ ચીમા કેપ્ટન વિક્રમ બત્રા સાથે રિલેશનશિપમાં હતી. જો કે કરગિલના યુદ્ધમાં વિક્રમ બત્રા શહિદ થઇ ગયા ત્યારબાદ ડિમ્પલ ચીમાએ જીવનભર લગ્ન ન કરવાનો અને તેની યાદો સાથે જ જીવન વિતાવવાનું નિર્ણય કર્યો. એક ઇન્ટરવ્યુમાં કિયારા અડવાણીએ ખુલાસો કર્યો હતો કે, ‘વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ ફિલ્મના ગીતોથી ખૂબ જ પ્રભાવિત થઇ છે. મેં ફિલ્મ જોયા બાદ તેને મેસેજ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ફિલ્મ તેમના માટે ખૂબ જ ઇમોશનલ છે. હું તેની દરેક વાતનું સન્માન કરવા ઇચ્છું છું.જ્યારે હું ફિલ્મ બાદ વિક્રમના પરિવારને મળી તો તેમણે પણ કહ્યું કે, તે ફિલ્મમાં બિલકુલ ડિમ્પલ જેવી જ દેખાતી હતી.
કિયારાએ કહ્યું કે, “ફિલ્મના સોન્ગ સમયે ડિમ્પલ તેના આંસુ ન હતી રોકી શકી. આ ફિલ્મે તેમના હૃદયના ઊંડાણ સુધી સ્પર્શ કર્યો હતો. તેવું સ્પષ્ટ દેખાતું હતું. તે વાતનો પણ ગર્વ છે કે, કહાણી લોકો પસંદ કરી રહ્યાં છે,ડિમ્પલે જે જીવનને જીવવા પસંદ કર્યું છે. તેમાં તે ખૂબ જ ખુશ છે અને આજે પણ તે એવી રીતે જીવે છે જાણે વિક્રમ બત્રા તેમની આસપાસ જ છે.