કિયારા અડવાણી પોતાના લુકથી ચાહકોના દિલની ધડકનને વધારવા માટે ઓછી નથી. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ ઘણીવાર સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળે છે, પરંતુ હવે કિયારા અડવાણીએ પોતાના સેક્સી લુક્સથી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

Continues below advertisement



કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ફોટોશૂટ માટે પોઝ આપતી જોઈ શકાય છે. આ વીડિયોમાં કિયારા અડવાણીની સ્ટાઈલ અને લુક બંને ખૂબ જ કિલર છે.


વીડિયોમાં કિયારા અડવાણી  સિલ્વર કલરના બેકલેસ ગાઉનમાં જોવા મળી.  કિયારાએ ખૂબ જ સુંદર બેકલેસ ગાઉન પહેર્યું છે. વીડિયોમાં કિયારા કેમેરા સામે જોઈને પોઝ આપી રહી છે. તેણે ડ્રેસ સાથે રેડ કલરની પ્રિન્ટેડ હીલ્સ મેચ કરી છે.


કિયારાનો આ વીડિયો વાયરલ થઈ ગયો છે. કિયારાના ફેન્સ અને ફિલ્મ સ્ટાર્સ આ વીડિયો પર  કોમેન્ટ કરી રહ્યા છે. દરેક લોકો કિયારા અડવાણીના આ લૂકની ચર્ચા કરી રહ્યા છે. 



કિયારા અડવાણીના પ્રોજેક્ટની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળશે. આ ફિલ્મમાં કિયારાનો હીરો વરુણ ધવન બન્યો છે. ફિલ્મમાં અનિલ કપૂર, નીતુ કપૂર અને પ્રાજક્તા કોલી મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 24 જૂને રિલીઝ થશે.


'મસ્તરામ' એક્ટ્રેસનો ફરીથી મસ્ત વીડિયો વાયરલ


સોશ્યલ મીડિયા પર વધુ એક એક્ટ્રેસે પોતાના ફોટોશૂટથી તહેલકો મચાવી દીધો છે. આ એક્ટ્રેસ છે રાની ચેટર્જી (Rani Chatterjee). ભોજપુરી સિનેમામાં સૌથી બૉલ્ડ હસીનામાં રાની ચેટર્જીનુ નામ સામેલ છે. આજકાલ એક્ટ્રેસનો એક જોરદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે બૉલ્ડ ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. 



વીડિયોમાં એક્ટ્રેસ એકદમ અતરંગી અંદાજમાં દેખાઇ રહી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે રાની ચેટર્જી (Rani Chatterjee) બ્લેક મોનોકિનીમાં છે. તેને મોનોકિનીની ઉપર ટ્રાન્સપરન્ટ ગાઉન પહેરેલુ છે.