મુંબઇઃ ગ્લેમર ગર્લ નોરા ફતેહીના ફેન્સને શુક્રવારે મોટો ઝટકો લાગ્યો છે જ્યારે એક્ટ્રેસનું ઇન્સ્ટાગ્રામ અચાનક તેણે ડિલિટ કરી દીધું હતું. પરંતુ હવે નોરા ફતેહીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ રી-સ્ટોર થઇ ગયું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફરીથી વાપસી કરી છે.
નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર કમબેક કર્યા બાદ પોતાનું એકાઉન્ટ કેમ ડિલિટ કર્યું હતું તે પાછળનું કારણ પણ જણાવ્યું હતું. નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફેન્સની માફી માંગતા લખ્યું કે સોરી guys! મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કરવામમાં આવ્યો હતો. સવારથી કોઇ મારા એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ઇન્સ્ટાગ્રામ ટીમનો આભાર જેમણે તરત જ આ સમસ્યાને ઉકેલવામાં મારી મદદ કરી હતી. નોરાના ઇન્સ્ટાગ્રામ પર 37.6 મિલિયન ફોલોઅર્સ છે.
હાલમાં નોરા દુબઇમાં પોતાના મિત્રો સાથે વેકેશન પર છે. તેણે આ વેકેશનની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે જેમાં તે સિંહને હાથથી ખવડાવી રહી છે.
Gangubai Kathiawadi Trailer: એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર થયું રિલીઝ
Upcoming EV Car: ટાટાને ટક્કર આપવા Mahindra લાવી રહ્યું છે આ Electric XUV, સામે આવી લેટેસ્ટ ડિટેલ્સ