નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણીની અફેરની ચર્ચા ફરી એકવાર શરૂ થઇ ગઇ છે. કેમકે તાજેતરમાં જે કિયારા તેના બૉયફ્રેન્ડ સિદ્વાર્થ મલ્હોત્રા સાથે અડધી રાત્રે સ્પૉટ થઇ હતી. બન્ને અડધી રાત્રે ડ્રાઇવ ડેટ પર જઇ રહ્યાં હતા. તે દરમિયાન શટરબગને બ્રાન્દ્રામાં રુમર્ડ લવબર્ડ્સને એકસાથે કેમેરામાં કેદ કરી લીધા હતા. કિયારા આજકાલ પોતાની આગામી ફિલ્મ ઇન્દુ કી જવાનીના પ્રમૉશનમાં વ્યસ્ત છે.

અડધી રાત્રે બન્નેને એકસાથે કારની અંદર બેઠેલા સ્પૉટ કરવામાં આવ્યા હતા, બન્નેએ કેઝ્યૂઅલ આઉટફિટ્સ પહેરેલો હતો અને ફેસ માસ્ક પણ પહેરી રાખ્યો હતો. કિયારાએ વાળને પોનીટેલ બાંધી રાખ્યુ હતુ, સિદ્વાર્થ ગ્રે સ્વેટશર્ટમાં સ્માર્ટ લાગી રહ્યો હતો, સિદ્વાર્થ કાર ચલાવી રહ્યો હતો, જ્યારે કિયારા અડવાણી તેની બાજુમાં બેસેલી હતી.

થોડાક દિવસો પહેલા કિયારાને બ્રાન્દ્રા સિદ્વાર્થ મલ્હોત્રાના ઘરે પણ જોવા મળી હતી, થોડાક સમયમાં જ તેમની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી. આ બધાની કિયારા પોતાની આગામી ફિલ્મની રિલીઝ માટે તૈયાર છે.

કિયારા અડવાણી એક શાનદાર અભિનેત્રી છે, જેને 2014માં કૉમેડી ફિલ્મ પગલીથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. બૉલીવુડ ઉપરાંત તેને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.




કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ