રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયાએ પોતાના રેપર પતિ કાન્યે વેસ્ટથી ડિવોર્સ લેવા માટે અરજી દાખલ કરી છે. લગ્નના સાત વર્ષ બાદ આ સેલિબ્રિટી કપલે અલગ થવાનો નિર્ણય કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બંનેના સંબંધોમાં છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. ડિવોર્સની અરજી સાથે કિમે પોતાના ચાર બાળકોની જોઈન્ટ કસ્ટડીની માંગ કરી છે.
કિમના પબ્લિસિસ્ટ દ્વારા ન્યૂઝ એજન્સી એએફપીને કિમના ડિવોર્સની અરજી દાખલ કરવાની જાણકારી આપવામાં આવી છે. એ પણ રિપોર્ટ છે કે 40 વર્ષની કિમના ડિવોર્સનો કેસ Laura Wasser નામના વકીલ જોઈ રહ્યા છે.
કિમ અને કાન્યેએ 2014માં ધામધૂમથી લગ્ન કર્યા હતા
કિમ અને કાન્યેએ 2014માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. ઈટલીમાં આ કપલના લગ્ન થયા હતા. બંને ચાર બાળકોના માતા-પિતા છે. કિમ અને કાન્યે વેસ્ટએ વર્ષ 2012માં પોતાના સંબંધોની શરૂઆત કરી હતી. આ દરમિયાન કિમ અમેરિકી ફુટબોલર Kris Humphriesની પત્ની હતી. વર્ષ 2013માં કિમે ક્રિસથી ડિવોર્સ લીધા હતા.
રેપર કાન્યે વેસ્ટનું કહેવું છે કે તે બાઈપોલર ડિસઓર્ડરથી પીડિત છે, તેણે કિમ પર પોતાને પીડિત કરવાનો આરોપ લગાવ્યો હતો.
કિમ અને કાન્યેની પોતાની અલગ ઓળખ છે
કિમ અને કાન્યે બંને ખૂબ જ મોટા સેલિબ્રિટી છે. બંનેની પોત-પોતાના ક્ષેત્રમાં અલગ ઓળખ છે. કિમ વર્ષ 2007માં રિયાલિટી ટીવી સીરીઝથી ફેમસ થઈ હતી. જ્યારે કાન્યે વેસ્ટ રેપ મ્યૂઝિક જગતમાં ખૂબ જ જાણીતો છે. તે ગ્રેમી એવોર્ડ વિજેતા છે.
કિમ કર્દાશિયા અને કાન્યે વેસ્ટના લગ્નના સાત વર્ષ બાદ થશે ડિવોર્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Feb 2021 12:20 PM (IST)
રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયાએ પોતાના રેપર પતિ કાન્યે વેસ્ટથી ડિવોર્સ લેવા માટે અરજી દાખલ કરી છે. લગ્નના સાત વર્ષ બાદ આ સેલિબ્રિટી કપલે અલગ થવાનો નિર્ણય કર્યો છે.
Kim Kardashian with Kanye West
- - - - - - - - - Advertisement - - - - - - - - -