Nagarjuna Akkineni Luxury Life: આજે વાત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કિંગ ગણાતા અભિનેતા નાગાર્જુન (Nagarjuna Akkineni) ની જે ન માત્ર ફિલ્મો પરંતુ પોતાની લાઈફસ્ટાઈલના કારણે પણ ચર્ચામાં રહે છે.  તમને જણાવી દઈએ કે નાગાર્જુન  ન માત્ર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર છે પરંતુ બોલીવૂડમાં પણ પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચૂક્યા છે. વર્ષ 1992માં આવેલી ફિલ્મ ખુદા ગવાહમાં અમિતાભ બચ્ચન અને શ્રીદેવી સાથે નાગાર્જુન પણ જોવા મળ્યા હતા. ત્યારે તેમના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. તમને જણાવી દઈએ કે નાગાર્જુન હૈદરાબાદના પોશ ફિલ્મ નગર વિસ્તારમાં રહે છે. અભિનેતા નાગાર્જુન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટુ નામ છે.



3000 કરોડની પ્રોપર્ટી અને 43 કરોડ રુપિયાનું ઘર, આવી લક્ઝરીયસ છે સાઉથ સુપરસ્ટાર Nagarjuna ની લાઈફ


મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં 3 દશક કરતા વધારે સમય પસાર કરનાર નાગાર્જુનની નેટવર્થ આજની તારીખે 3000 કરોડ રૂપિયાની આસપાસ છે. નાગાર્જુન ન માત્ર ફિલ્મો પરંતુ પોતાના ભાઈ અક્કિનેની વેંકટ રત્નમ સાથે મળીને એક ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. તમને જણાવી દઈએ કે તમિલ ફિલ્મોમાં હાઈએસ્ટ પેડ એક્ટર્સમાં સામેલ નાગાર્જુન જે ઘરમાં રહે છે તેની કિંમત 43 કરોડ રુપિયા જણાવવામાં આવી રહી છે. નાગાર્જુનના આ ઘરમાં તે દરેક સુવિધાઓ છે જેની સામાન્ય માણસ માત્ર કલ્પના જ કરી શકે છે.




વાત અભિનેતા નાગાર્જુનની કારની કરીએ તો અભિનેતા પાસે રેંજ રોવરની ઈવોકથી લઈને આશરે 1 કરોડની કિંમતની ઓડી એ7 પણ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતા પાસે બીએમડબલ્યૂ 7 સીરીઝ કાર જેની કિંમત આશરે 1.25 કરોડ રુપિયા અને 3 કરોડ રૂપિયાની કિંમતની મર્સિડીઝ એસ ક્લાસ પણ છે. તમને જણાવી દઈએ નાગાર્જુનની જેમ તેની વહૂ સામંથા પણ સાઉથ સિનેમાની મોટી સ્ટાર બની ગઈ છે. હાલમાં જ અભિનેત્રીએ વેબસીરીઝ ફેમિલી મેનની બીજી સીઝનમાં જોવા મળી હતી. જેમાં અભિનેત્રીના કામના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા.