Koffee With Karan 7: ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન કરણ જોહરના લોકપ્રિય ચેટ શો 'કોફી વિથ કરણ 7'ના આગામી એપિસોડમાં જોવા મળવાના છે. કરણના આ ફેમસ ચેટ શોમાં કૃતિ અને ટાઈગર પહેલીવાર જોવા મળશે. તમને જણાવી દઈએ કે, કૃતિ અને ટાઈગરે 'હીરોપંતી'થી ઈન્ડસ્ટ્રીમાં સાથે ડેબ્યૂ કર્યું હતું. હીરોપંતી ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. પહેલીવાર ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી પછી, કૃતિ અને ટાઇગરની બોન્ડિંગ પણ આ ચેટ શોમાં જોવા મળશે જ્યાં બંને ખુલીને વાત કરશે.


ટાઈગર શ્રોફ આજકાલ સિંગલ છે


હાલમાં જ ટાઈગર દિશા પાટની સાથેના બ્રેકઅપના સમાચારને લઈને ચર્ચામાં હતો. હવે આ શો દ્વારા, ટાઈગર શ્રોફે પ્રથમ વખત તેની લવ લાઈફને ઉજાગર કરી છે. ટાઈગરે ખુબ જ કુલ અંદાજમાં પોતાના રિલેશનશિપ સ્ટેટસને વાત કરી હતી. ટાઈગર શ્રોફે કહ્યું કે, હું સિંગલ છું. કમ સે કમ મને તો એવું જ લાગે છે અને હું અત્યારે ચારે બાજુ જોઈ રહ્યો છું.


ટાઈગર શ્રદ્ધા કપૂર પર મોહિત થયોઃ


ટાઈગર શ્રોફ ઘણીવાર પોતાના સંબંધોને ચર્ચામાં રાખે છે. આ દિવસોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે ટાઈગર આકાંક્ષા શર્માને ડેટ કરી રહ્યો છે. હવે ટાઈગરે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈને ડેટ કરી રહ્યો નથી. ટાઈગરે વધુમાં કહ્યું કે હું હંમેશાથી શ્રદ્ધા કપૂર પર મોહી ગયો છું. મને લાગે છે કે તેણી ખૂબ સારી છે.


આ સ્ટાર્સ આવ્યા કોફી વીધ કરણમાંઃ


કરણ જોહરનો આ પ્રખ્યાત ચેટ શો ડિઝની હોટસ્ટાર પર ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યો છે. કૃતિ અને ટાઈગર પહેલા અક્ષય કુમારથી લઈને સારા અલી ખાન, અનન્યા પાંડે અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના ઘણા સ્ટાર્સ આ શોમાં ભાગ લઈ ચૂક્યા છે.


આ પણ વાંચોઃ


Microsoft એ દૃષ્ટિહીન સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી, જાણો કેટલા લાખ રૂપિયાનું પેકેજ આપ્યું


IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી


Ganesh Chaturthi 2022: નડિયાદમાં ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને લાગ્યો કરંટ, બે યુવકોના મોત