Latest Promo Of KWK7: અનિલ કપૂર અને વરુણ ધવન ફિલ્મ નિર્માતા કરણ જોહરના લોકપ્રિય ચેટ શો 'કોફી વિથ કરણ'ના આગામી એપિસોડમાં જોવા મળશે. આ એપિસોડનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. જેમાં અનિલ કપૂર અને વરુણ ધવન શોમાંકરણ જોહર સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. જ્યાં વરુણ ધવને કહ્યું કે તે કેટરિના અને દીપિકા સાથે કામ કરવા માંગતો નથી. અભિનેતાએ તેનું કારણ પણ જણાવ્યું હતું. વરુણનું કહેવું છે કે કેટરિના અને દીપિકા તેના કરતા મોટી લાગે છે. ઉલ્લેખનીય છે કે કેટરીના 39 વર્ષની છે અને દીપિકા પાદુકોણ 36 વર્ષની છે. જો કે વરુણ બંને અભિનેત્રીઓથી વધુ નાનો નથી. વરુણ ધવનની ઉંમર 35 વર્ષ છે.


કેટરિના અને દીપિકા વરુણ ધવન કરતા મોટી છે!


48 સેકન્ડના પ્રોમો વીડિયોમાં કરણ જોહર વરુણ ધવનને પૂછે છે, "તમે દીપિકા કે કેટરિના સાથે કોની સાથે કામ કરવાનું પસંદ કરશો, વરુણ કહે છે કે મને હંમેશા કહેવામાં આવે છે કે હું બાળક જેવો દેખાઉં છું. જેને લઈને કરણે કટાક્ષ કર્યો હતો કે તમે કહો છો કે કેટરિના અને દીપિકા તમારા કરતા નાની દેખાય છે. તો વરુણ કહે છે ના, હું તેના કરતા જુવાન દેખાઉં છું. કરણે તેને કહ્યું કે તેનો મતલબ કે કેટરિના અને દીપિકા તમારા કરતા મોટી દેખાય છે, તો વરુણ હસતા હસતા કહે છે કે આ હું નથી કહી રહ્યો, તમે કહો છો.


આ પછી કરણ વરુણને પૂછે છે કે તે કોણ છે જેને સેલ્ફી લેવી ગમે છે. વરુણ કહે છે અર્જુન કપૂર. ત્યારે કરણ પૂછે છે કે સૌથી વધુ ગોસિપ કોણ કરે છે જેના પર વરુણ અર્જુન કપૂરનું નામ આપે છે. કરણે ત્રીજો પ્રશ્ન પૂછ્યો સૌથી રંગીન સ્ક્રિપ્ટ કોણ પસંદ કરે છે, તો વરુણે અર્જુન કપૂરનું નામ આપ્યું  હતું. બાદમાં કરણ પૂછે છે કે અજાણ્યા લોકો સાથે કોણ સૌથી વધુ ફ્લર્ટ કરે છે જેના પર વરુણ અર્જુન કપૂરનું નામ આપે છે.  અનિલ કપૂર કહે છે કે તને શું થઇ ગયું છે. બસ કર, તે મારો ભત્રીજો છે.


વરુણે પહેલીવાર અનિલ કપૂર સાથે સ્ક્રીન શેર કરી છે.


જો કે, આગામી એપિસોડનો પ્રોમો જોઈને લાગે છે કે ત્રણેયને ખૂબ મજા આવી છે અને તમને આ એપિસોડ જોવામાં પણ એટલી જ મજા આવશે. નોંધનીય છે કે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ જુગ જુગ જિયોમાં વરુણ ધવને પહેલીવાર અનિલ કપૂર સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મમાં વરુણ ધવન અનિલ કપૂરના પુત્રના રોલમાં હતો. આ બંને સિવાય નીતુ કપૂર અને કિયારા અડવાણી લીડ રોલમાં હતા.


વરુણ ધવન અમર કૌશિક દ્વારા નિર્દેશિત થ્રિલર ફિલ્મ 'ભેડિયા'માં જોવા મળશે. ફિલ્મની પટકથા નીરેન ભટ્ટે લખી છે. નીરેને અસુર અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ક્રિપ્ટ પણ લખી છે. આ ફિલ્મમાં કૃતિ સેનન, અભિષેક બેનર્જી, દીપક ડોબરિયાલ અને પાલિન કબાક છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.