Kushboo Sundar On Her Father:  અભિનેત્રીમાંથી રાજકારણમાં આવનાર ખુશ્બુ સુંદર (Kushboo Sundar) તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગની સભ્ય બની છે. ત્યારે હવે ખુશ્બુએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે પિતા પર ગંભીર આરોપ લગાવ્યો છે. ખુશ્બુએ દાવો કર્યો છે કે જ્યારે તે 8 વર્ષની હતી ત્યારે તેના પિતાએ તેનું જાતીય અને શારીરિક શોષણ કર્યું હતું. અને તેને અને તેની માતાને રસ્તા વચ્ચે છોડી દીધા હતા. એ સમયે હું ફક્ત 11 વર્ષની હતી. અમારી પાસે પૈસા પણ નહોતા. 


8 વર્ષની ઉંમરે પિતાએ દુષ્કર્મ શરૂ કર્યું


મોજો સ્ટોરી માટે બરખા દત્ત સાથેની વાતચીતમાં ખુશ્બુએ કહ્યું, "મને લાગે છે કે જ્યારે બાળક સાથે દુર્વ્યવહાર થાય છે, ત્યારે તે બાળકને જીવનભર ડાઘ આપે છે અને તે છોકરી કે છોકરા વિશે નથી. મારી માતા સૌથી વધુ અપમાનજનક લગ્નમાંથી પસાર થઈ હતી. એક માણસ જે તેની પત્નીને મારવો, તેના બાળકોને મારવા, તેની એકમાત્ર પુત્રી પર જાતીય હુમલો કરવો તે તેનો જન્મસિદ્ધ અધિકાર છે તેવું માનતો હતો.


15 વર્ષની ઉંમરે પિતા સામે બળવો કર્યો


તેણે કહ્યું કે એક એવો સમય આવ્યો જ્યારે તેણે સ્ટેન્ડ લેવું પડ્યું અને કહ્યું કે તેણે પરિવારના અન્ય સભ્યોના દુર્વ્યવહારના ડરથી વર્ષો સુધી મોં બંધ રાખ્યું. તેણીએ વી ધ વુમન ઈવેન્ટમાં કહ્યું, "મારી સાથે રહેલો એક ડર એ હતો કે મારી માતા કદાચ મારા પર વિશ્વાસ ન કરે કારણ કે મેં તેણીને એવા વાતાવરણમાં જોઈ હતી જ્યાં 'ગમે તે થાય, મારા પતિ ભગવાન છે' એવી માનસિકતા હતી. પરંતુ 15 વર્ષની ઉંમરે મને લાગ્યું કે પૂરતું છે અને મેં તેની સામે બળવો શરૂ કર્યો. હું 16 વર્ષની પણ નહોતી અને મારા પિતાએ અમને છોડી દીધા. અમને એ પણ ખબર ન હતી કે હવે ખોરાક ક્યાંથી આવશે?


ખુશ્બુ સુંદરે તેની કારકિર્દીની શરૂઆત 'ધ બર્નિંગ ટ્રેન'થી કરી હતી


સુંદરે કહ્યું કે તેનું બાળપણ મુશ્કેલ હતું પરંતુ આખરે તેણે તમામ મુશ્કેલીઓનો હિંમત સાથે સામનો કર્યો.બોલિવૂડ ફિલ્મ 'ધ બર્નિંગ ટ્રેન'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો લોકપ્રિય ચહેરો છે. બાદમાં તે 2010માં રાજકારણમાં જોડાઈ હતી.