મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને 28 દિવસ બાદ કોર્ટે જામીન આપ્યા છે. રિયા જામીન પર બહાર આવી ચૂકી છે. રિયાએ જેલમાં વિતાવેલા દિવસો અંગે  તેના વકીલ ખુલાસો કર્યો, જેમાં તે રૂટીન શું કરતી હતી, અને કઇ રીતે આખો દિવસ પસાર કરતી હતી. રિયા ચક્રવર્તીના વકીલ સતિશ માનશિંદેએ રિયાને જામીન મળ્યા બાદ એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો, તેમને રિયાની 28 દિવસની જેલની દિનચર્ચા અને તમામ ડિટેલ્સ બધા સાથે શેર કરી હતી. સતિશ માનશિંદેએ એક ઇન્ટરવ્યૂમાં રિયાને બંગાળી વાઘણ ગણાવી અને કહ્યું કે તે પોતાની ઇમેજને ઠીક કરવા માટે બંગાળી વાઘણ ફરીથી પાછી લડશે. જેલમાં રહ્યા દરમિયાન રિયાએ ખુદને ખુબ સકારાત્મક રાખવાની કોશિશ કરી.


કેદીઓને શીખવાડતી હતી યોગા
આ ઇન્ટરવ્યૂમાં સતિશ માનશિંદેએ કહ્યું- હું વ્યક્તિગત રીતે આટલા વર્ષો બાદ એક ક્લાયન્ટને જોવા માટે જેલ ગયો હતો. કેમકે તપાસ એજન્સી તેની પાછળ પડી હતી, અને તેને પરેશાન કરી રહી હતી. હુ એ જોવા ઇચ્છતો હતો કે તે જેલની અંદર કઇ સ્થિતિમાં રહી રહી હતી. એ જોવુ મારા માટે સુખદ હતુ કે તે જેલની અંદર સારી રીતે રહી રહી હતી. તે જેલમાં ખુદની દેખરેખ રાખી રહી હતી. તે જેલમાં જેલના કેદીઓ માટે ખુદ યોગા ક્લાસિસ સંચાલિત કરી રહી હતી, તે કેદીઓને યોગા શીખવાડતી હતી.

માનશિંદેએ કહ્યું કે રિયાએ ખુદને જેલ પ્રમાણે એડજસ્ટ કરી લીધી હતી. કેમકે કોરોના મહામારીના કારણે તેને ઘરનુ ખાવાનુ ન હતુ મળી શકતુ. તે એક સામાન્ય મહિલાની જેમ કેદીઓની સાથે રહેતી હતી, એક આર્મી જવાનની છોકરી હોવાના નાતે તેને યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કર્યો, અને હવે તે કોઇપણ વ્યક્તિનો સામનો કરવા માટે તૈયાર છે, જે તેના પર આરોપ લગાવવા અને તેના હિતોને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યાં છે.