મુંબઇઃ આજકાલ લૉકડાઉનના દિવસો ચાલી રહ્યાં છે, જેના કારણે બૉલીવુડ સ્ટાર દિશા પટ્ટણી પોતાના ઘરમાં રહેવા મજબૂર છે, જોકે, હાલમાં દિશા પટ્ટણીની તસવીરો વાયરલ થઇ રહી જે ચર્ચાનો વિષય બની છે. આ તસવીરમાં દિશાની ખાસ મિત્ર દેખાઇ રહી, જે ટાઇગર નથી.

દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં દિશા પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે લૉકડાઉનનો સમય પાસ કરતી દેખાઇ રહી છે. તસવીરમાં દિશા પોતાની પેટ બેબી Keetyને ખોળામાં બેસાડીને રમાડતી દેખાઇ રહી છે. દિશાની આ તસવીર ખુબ વાયરલ થઇ રહી છે. દિશાએ તસવીર શેર કરતાં લખ્યુ છે''Keety એન્ડ મી'....



આ પહેલા પણ દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે એકદમ બૉલ્ડ અવતારમાં દેખાઇ રહી છે. દિશા સોશ્યલ મીડિયામાં ખુબ એક્ટિવ છે.



નોંધનીય છે કે, એક્ટ્રેસ દિશા પટ્ટણી તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મલંગમાં શાનદાર રૉલમાં દેખાઇ હતી. ફિલ્મમાં દિશાની સાથે આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમૂ જોવા મળ્યા હતા.