મુંબઈ : કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. થિયેટરોને તો પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ સાથે જ ફિલ્મોની રિલીઝ પર પણ નિર્માતાઓ દ્વારા રોક લગાવી દેવામાં આવી છે. પરંતુ આ દરમિયાન ડિજિટલ સ્પેસમાં ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થઈ રહી છે. હાલમાં રિલીઝ થયેલી સીરીઝની વાત કરવામાં આવે તો અમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થયેલી વેબ સીરીઝ પંચાયત દર્શકોને ખૂબૂ પસંદ આવી રહી છે.


આ ક્રમમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ અને મનોજ વાજપેયી પણ પોતાની ફિલ્મ લાવી રહ્યા છે. આ બંનેની ફિલ્મો નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ફિલ્મ મિસેઝ સીરિયલ કિલર 1મેના રિલીઝ થશે. આ ડિજિટલ ફિલ્મનું નિર્દેશન શિરીષ કુંદરે કર્યું છે અને નિર્માણ તેમની પત્ની ફરાહ ખાને કર્યું છે. થ્રિલર ફિલ્મ એક પત્ની વિશે છે, જેનો પતિ સીરિયલ મર્ડરમાં ફસાયો છે અને જેલમાં છે. તેને સીરિયલ કિલરની જેમ એક હત્યા કરવાની જરૂર છે,જેથી તે સાબિત થઈ શકે કે તેનો પતિ નિર્દોષ છે.



જ્યારે નેટફ્લિક્સ પર આવનારી બીજી સીરીઝની વાત કરવામાં આવે તો વીર દાસની હસમુખ. તેને નિખિલ અડવાણી તરફથી બનાવવામાં આવી છે. 17 એપ્રિલથી સ્ટ્રીમ થનારી આ સીરીઝની સ્ટોરી એક સીરિયલ કિલર કૉમેડિયનની છે.

24 એપ્રિલના જ ક્રિસ હેમ્સવર્થ,જે દર્શકોમાં થોરના નામથી મશહૂર છે, તેની ફિલ્મ એક્સટ્રેક્શન રિલીઝ થશે. આ સીરીઝમાં પંકજ ત્રિપાઠી અને રણદીપ હુડ્ડા પણ એક્ટિંગ કરતા જોવા મળશે.

સીરીઝ અને ફિલ્મોને પોતાના દર્શકો સુધી પહોંચાડવામાં અમેઝોન પ્રાઈમ પણ પાછળ નથી. આ પ્લેટફોર્મ પર ઓસ્કરમાં પોતાનો સિક્કો જમાવી ચૂકેલી ફિલ્મ જોકર સ્ટ્રીમ કરવામાં આવશે. ઓસ્કરમાં પોતાનુ નામ બનાવી ચૂકેલી ફિલ્મોને અમેઝોન પ્રાઈમ પહેલાથી જ પોતાના દર્શકોને બતાવવાનું શરૂ કર્યું છે. ફિલ્મ પૈરાસાઈટ અને વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવૂડ પહેલાથી જ અમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે.



સીરીઝની વાત કરવામાં આવે તો અમેઝોન પ્રાઈમન ચર્ચિત સીરીઝ- ફોર મોર શોટ્સ પ્લીઝની બીજી સીઝન પણ 17 એપ્રિલથી સ્ટ્રીમ કરવામાં આવશે. આ સીરીઝને યુવાઓ તરફથી ખૂબ પસંદ કરવામાં આવી છે.