મુંબઇઃ દેશભરમાં હાલ લૉકડાઉનનો સમય ચાલી રહ્યો છે, ત્યારે બૉલીવુડ એક્ટ્રેસ પૂજા બેદીને ફેન્સે જબરદસ્ત ટ્રૉલ કરી છે. પૂજા બેદી હાલ લૉકડાઉનના સમયે પણ પોતાના મંગેતરને લઇને ગોવા ફરવા ગઇ છે, જેની તસવીર સોશ્યલ મીડિયા પર વાયરસ થતા ફેન્સ ભડક્યા હતા.

ખરેખરમાં, 50 વર્ષીય પૂજા બેદી હાલ પોતાના મંગેતર સાથે ગોવામાં છે, આમા તો એક્ટ્રેસ કાયદેસરની પરમીશન લઇને ગઇ છે, છતાં ફેન્સ તેને ટ્રૉલ કરી રહ્યાં છે. એક્ટ્રેસ ગોવામાં એક ક્વૉરન્ટાઇન સેન્ટરમાં ગઇ હતી, ત્યાંની ગંદકી જોઇને એક્ટ્રેસ પણ ગુસ્સે ભરાઇ હતી.

પૂજા બેદીએ વીડિયો શેર કરતાં લખ્યું- મારા મંગેતર જે ગોવામાં રહેવાના છે, તેમની સાથે મારા ગોવા જવાની વાતને લઇને ખુબ હંગામો થયો હતો. જોકે, અમે બુક કર્યા પછી જ ગયા હતા. અમે લોકોએ જવા માટે ઓનલાઇન એપ્લાય કર્યુ હતુ. ગોવા સરકાર+ડીસીપી મુંબઇ/દરેક ચેકપૉસ્ટ પર રોકાયા/ગોવાની હૉસ્પીટલમાં કૉવિડની તપાસ કરાવી અને એક રાત ક્વૉરન્ટાઇમાં વિતાવી. કૃપા કરીને આ વીડિયો જુઓ અને જાણો હું સુવિધાથી પરેશાન કેમ હતી.



સોશ્યલ મીડિયા પર પૂજા બેદીનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, ફેન્સ પણ આ વીડિયો પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં પૂજા બેદીનો બેડ જોઇ શકાય છે, જે એકદમ ગંદો દેખાઇ રહ્યો છે.