મુંબઇઃ કોરોનાના કારણે હાલ દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ છે, 21 દિવસના લૉકડાઉનના કારણે મોટાભાગના ધંધા-રોજગાર અને ઇન્ડસ્ટ્રીને ફટકો પડ્યો છે, મોટાભાગના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે, ત્યારે આવા સમયે બૉલીવુડમાં સાજિદ નડિયાદવાળાએ પોતાના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે.

ખાસ વાત છે કે, હાલના સમયમાં મોટાભાગના કંપનીઓ લૉકડાઉનના કારણે પોતાના કર્મચારીઓના ઇન્ક્રિમેન્ટ અને સેલેરીને લઇને બહાનુ બનાવી રહી છે. ત્યારે સાજિદ નડિયાદવાળાએ પોતાના 400થી વધુ કર્મચારીઓે આવા મુશ્કેલીના સમયમાં મદદ કરવાનો નિર્ણય કર્યો છે.



કોરોના અને લૉકડાઉનના ધ્યાનમાં રાખનીને બૉલીવુડના પ્રૉડક્શન હાઉસ 'નડિયાદવાળા ગ્રેન્ડસન એન્ટરટેઇન્ટમેન્ટ' અને 'નડિયાદવાળા ગ્રેન્ડસન ફાઉન્ડેશન'ના માલિક સાજિદ નડિયાદવાળાએ પોતાના 400 કર્મચારીઓ માટે ખજાનો ખોલી દીધો છે, તેમને કર્મચારીઓને બોનસ આપવાની સાથે સાથે પીએમ કેયર્સ અને મુખ્યમંત્રી કેયર્સમાં પણ દાન આપવાનુ નક્કી કર્યુ છે.

કંપની તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયુ છે કે, અમે ઇચ્છીએ છીએ કે અમારા 400થી વધુ કર્મચારીઓના પરિવાર તથા રોજિંદા મજૂરો પણ આ કોશિશોમાં પોતાના થોડુ યોગદાન આપે. આ માટે અમે દરેક કર્મચારીઓના હાથને મજબૂત કરવા માટે બોનસ આપવાની જાહેરાત કરી છે. જેથી તે પોતાની ઇચ્છીત જગ્યાએ પર યોગદાન આપી શકે, આ રીતે તે માનવતા અને દેશ માટે સેવા કરી શકશે.



તેમને કહ્યું કે અમને જણાવતા ખુબ આનંદ થાય છે કે, અમારા નડિયાદવાળા ગ્રાન્ડસેન એન્ટરટેઇન્ટમેન્ટના દરેક કર્મચારીએ પીએમ કેયર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપવાનો સંકલ્પ લીધો છે.

ઉલ્લેખનીય છે કે, સાજિદ નડિયાદવાળાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ બાગી-3ર હતી, આ ફિલ્મને કૉવિડ-19નો માર પડ્યો હતો, અને લગભગ 30 કરોડ રૂપિયાની ખોટ આવી હતી.