માહિતી પ્રમાણે, માલેગાંવથી સલમાન ખાનની પાસે એક ફોન આવ્યો હતો, ત્યારબાદ તેને મદદ કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન ખાનની ટીમે આ મામલો ધ્યાનમાં લીધો અને તપાસ કરીને કામ શરૂ કરી દીધુ છે.
સલમાન ખાનના મેનેજરે આ વાત પર મહોર લગાવી દીધી છે. તેના મેનેજરે કહ્યું કે જ્યારે કોઇને ખરેખર મદદની જરૂર હોય ત્યારે સલમાન ખાન હંમેશા મદદ માટે આગળ રહે છે.
આ પહેલા કોંગ્રેસ નેતા બાબા સિદ્દીકીએ પણ સલમાન ખાનનો આભાર માન્યો હતો, તેમના પોતાના ટ્વીટર હેન્ડલ પરથી સલમાનની મદદ વિશે માહિતી આપી હતી. સલમાન ખાને મજૂરોને ખવડાવવા માટે ટ્રકો ભરીને સામન મોકલ્યો હતો.
સૌથી પહેલા સલમાન ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રોજ કમાઇના ખાનારા મજૂરોને આર્થિક મદદ કરી હતી. ખાસ વાત છે કે, લૉકડાઉનના સમયે બૉલીવુડના કેટલાય સેલિબ્રિટી લોકોને મદદ કરવા આગળ આવ્યા છે.