નવી દિલ્હીઃ હાલ લોકડાઉનના કારણે તમામ લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે લુડો રમતો જોવા મળ્યો હતો.

અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં આ સ્ટાર કપલ લોકડાઉનમાં લૂડોની મજા લેતું જોવા મળી રહ્યું છે. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લૂડો ગેમની તસવીર પોસ્ટ કરી છે.

જેમાં લખ્યું કે, હું હારી નથી રહી, હું ઘરમાં જ છું અને સામાજિક અંતરનો અભ્યાસ કરી રહી છું.



થોડા દિવસો પહેલા અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં અનુષ્કા અને વિરાટ બંને નજરે પડ્યા હતા. અનુષ્કા વીડિયોમાં બરાડા પાડીને કહે છે, એ કોહલી.....કોહલી ચોગ્ગો મારને.. શું કરી રહ્યો છે... એ કોહલી ચોગ્ગો માર.... અનુષ્કા આટલું બોલ્યા બાદ વીડિયોમાં વિરાટ નજરે પડે છે અને તેના હાવભાવ વિચિત્ર હોય છે.