પ્રિયંકાના ડીપ નેક ડ્રેસને લઇને લોકોએ તેને ટ્રૉલ કરી હતી, હવે આ મામલે તેની માતા મધુ ચોપડા સમર્થનમાં આવી છે. મધુએ ટ્રૉલર્સને સણસણતો જવાબ આપ્યો છે.
મધુ ચોપડાએ કહ્યું કે, ટ્રૉલ કરનારા અજાણ્યા લોકો છે, તે પોતાના કૉમ્પ્યુટર્સ અને બીજી વસ્તુઓ પાછળ છુપાઇ ગયા છે, પ્રિયંકા પોતાની શરતો ઉપર જીવી રહી છે, અને તે કોઇને પણ નુકશાન નથી પહોંચાડી રહી. આ તેનુ શરીર છે અને તેની પાસે એક સુંદર શરીર છે.
ટ્રૉલર્સ પર નિશાન સાધતા મધુ ચોપડાએ કહ્યું કે, તે પોતાની જિંદગીમાં આનંદ લઇ રહી છે, અને એટલા માટે તેને લાગે છે કે તે ગંદી વસ્તુઓ કરીને લોકોનુ અટેન્શન લઇ શકે છે, હું આવા લોકોને અટેન્શન નથી આપતી.