એક્ટ્રેસ માધુરી દિક્ષીતએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કોરોના વાયરસને લઇને સભાન અને જાગૃત રહેવા અપીલ કરી છે. આ વીડિયોમાં તેમણે જણાવ્યું કે, ઘરમાં કઇ કઇ વસ્તુ હાલ રાખવી જરૂરી છે.
કોરોના સંકટના કારણે દરેક લોકો પરેશાન છે. આ વાયરસથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તેને લઇને સેલિબ્રિટી પણ સતત તેમની રીતે લોકોમાં જાગૃતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યાં છે. માધુરી દિક્ષિત પણ હાલ કંઇક આવું જ કરી રહી છે. માધુરી દિક્ષિતના અનેક ફેન ફ્લોઇંગ છે. તે સોશિયલ મીડિયા પર વાયરસથી બચવા માટે સતત લોકોને શું કરવું અને શું ન કરવા અંગે સલાહ આપી રહી છે. હાલ જ માધુરી દિક્ષિતે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કોરોના માહામારીનો સામનો કરવા માટે કઇ વસ્તુઓ ઘરમાં રાખવી જરૂરી છે.
માધુરી કહ્યું, શું કરવું, શું ન કરવું
વીડિયોમાં માધુરી દિક્ષિત જણાવી રહી છે કે, કોરોનાની મહામારીમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. આ સમયે ઘરમાં કેટવીક વસ્તુઓ રાખવી પણ જરૂરી છે. હેન્ડ સેનેટાઇઝર, થર્મામીટર, ઓકસીમીટર, માધુરી દિક્ષિતે પણ એકસ્પર્ટની સલાહ મુજબ ડબલ માસ્ક પહેરવાની સલાહ આપી. માધુરી દિક્ષિતે કહ્યું કે, ‘જો આપ ઘરે બનાવેલા કોટનના સાદા માસ્કનો ઉપયોગ કરતા હો તો ડબલ માસ્ક પહેરવું જરૂરી છે. તેમણે લોકોને N-95માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો.
લોકોની મદદ માટે આગળ આવે સેલિબ્રિટી
દેશમાં કોરોનાની સ્થિતિ ભયંકર છે. રોજ 4 લાખથી વધુ કેસ સામે આવી રહ્યાં છે અને હજારો લોકો જીવ ગૂમાવી રહ્યાં છે. તો બોલિવૂડ સ્ટાર્સ પણ સંક્રમિત થઇ રહ્યાં છે. તો રણબીર કપૂર, આમિર ખાન, સહિતના કેટલાક સેબેલ્સે કોરોનાને માત આપી ચૂક્યાં છે. આ સ્થિતિમાં સેલેબ્સ પણ પોતાના સ્તર પર લોકોની અનેક રીતે મદદ કરી રહ્યાં છે. તો માધુરી દિક્ષિત પણ વીડિયો દ્રારા કોરોના સંદર્ભે જાગરૂકતા ફેલાવવા માટે લોકોને એક સંદેશ આપી રહી છે.