Mahima Chaudhry Mother Passed Away: બૉલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરીની માતા શ્રીમતી ચૌધરીનું નિધન થઇ ગયુ છે. કહેવાઇ રહ્યું છે કે, મહિમા ચૌધરીની માતાનું નિધન ત્રણ-ચાર દિવસ પહેલા થયુ હતુ. તે તેની દીકરી મહિમા અને પૌત્રી આરિયાનાની ખુબ નજીક હતી. મહિમા અને તેની દીકરી માટે અત્યારે ખુબ મુશ્કેલ સમય છે.


ઈ ટાઈમ્સના અહેવાલ મુજબ, એક્ટ્રેસ મહિમાની માં છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર હતી, મહિમા અને એરિયાના અત્યારે આઘાતમાં છે. અભિનેત્રી અને ચૌધરી પરિવારના ઓફિશિયલ નિવેદનની હજુ રાહ જોવાઈ રહી છે. એક્ટ્રેસ મહિમા તેની માતા સાથે ખાસ બૉન્ડ શેર કરતી હતી, તે હંમેશા તેના સોશ્યલ મીડિયા પર થ્રૉબેક ફેમિલી ફોટોઝ કરતી રહેતી હતી. 


એક્ટ્રેસ મહિમા ચૌધરીને પણ હતુ કેન્સર - 
આમ પણ અત્યારના દિવસો એક્ટ્રેસ મહિમા માટે ખુબ જ કઠીન છે, 'પરદેસ' એક્ટ્રેસ છેલ્લા કેટલાય વર્ષો પહેલા તેને કેન્સર હોવાનું નિદાન સામે આવ્યુ હતુ. ગયા વર્ષે 9 જૂને અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે, "મારી 525મી ફિલ્મ 'ધ સિગ્નેચર'માં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે મેં મહિમા ચૌધરીને એક મહિના પહેલા યુએસમાં બોલાવી હતી. આ સમય દરમિયાન તે થયું હતું. મહિલાને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ નિખાલસ વાતચીત દરમિયાન તેણીનું વલણ સમગ્ર વિશ્વમાં ઘણીબધી મહિલાઓને આશા આપશે. તેણી ઇચ્છતી હતી કે હું તેના જાહેરનામાનો એક ભાગ બનું."






મહિમા ચૌધરીએ કેન્સર સામેની જીતી હતી લડાઈ - 
જ્યારે મહિમાએ ફિલ્મ 'ધ સિગ્નેચર' માટે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને ETimes ને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન કેન્સર સામેની લડાઈ વિશે વાત કરી હતી અને ખુલાસો કર્યો હતો કે, "હું કેન્સર ફ્રી છું. તે લગભગ 3 થી 4 મહિના પહેલાની વાત હતી. તે પુરી થઈ ગઈ હતી." માર્ચના છેલ્લા અઠવાડિયે મહિમાએ મનિષા કોઈરાલા સાથે 'ધ કપિલ શર્મા શૉ'ના એક એપિસૉડ માટે શૂટિંગ કર્યું હતું. જોકે તે એપિસૉડ હજુ ટેલિકાસ્ટ થયો નથી.