મુંબઈ: બોલિવૂડ(Bollywood) એક્ટ્રેસ મલાઈકા અરોરા(Actress malaika arora)ના ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મલાઈકા અરોરા(Actress malaika arora)ની કારને અકસ્માત થયો છે. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, મલાઈકાની કારનો અકસ્માત મુંબઈ- પુણે એક્સપ્રેસ હાઈવે પર થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, મલાઈકાને માથામાં ઈજા થઈ છે. જે બાદ તેને મુંબઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, લગભગ 5-6 વાહનો એક બીજાની પાછળ ટકરાયા હતા, જેમાંથી મલાઈકા અરોરાની પણ એક કાર હતી. રાજ ઠાકરેની સભામાં જઈ રહેલા નવનિર્માણ સેનાના કાર્યકરોની મદદથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મલાઈકાની અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આજે રાત્રે મલાઈકાને એપોલો હોસ્પિટલમાં સારવાર માટે રહેવું પડશે.
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા(Actress malaika arora) શનિવારે સાંજે ફેશન ઈવેન્ટમાં ગઈ હતી. તે સોશિયલ મીડિયા પર તેની ઈવેન્ટની તસવીરો અને વીડિયો શેર કરતી હતી. તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચાહકોને ફેશન ઇવેન્ટની ઝલક બતાવી છે.
મલાઈકા બોલિવૂડના ફેમસ ચહેરાઓમાંથી એક છે. તે તેના આઈટમ સોંગ માટે જાણીતી છે. તેમનું ગીત છૈયા છૈયા ખૂબ પ્રખ્યાત થયું. છૈયા છૈયા ઉપરાંત મલાઈકાએ મુન્ની બદનામ સહિત ઘણા આઈટમ સોંગ કર્યા છે. તેણે ઘણા ડાન્સ રિયાલિટી શો પણ જજ કર્યા છે. મલાઈકાએ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને ઝલક દિખલા જાને જજ કરી છે.
અંગત જીવનની વાત કરીએ તો મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તે દરરોજ અર્જુન સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બંનેની ટ્રિપની તસવીરો વાયરલ થતી રહે છે. મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી ફિટ રહેવા માટે જિમ અને યોગા કરે છે.