નોરા ફતેહી અને મલાઈકા અરોરા બંને બોલીવૂડ ઈન્ડસ્ટ્રીની શાનદાર ડાન્સર છે. મલાઈકા અરોરા છેલ્લા બે દશકથી દર્શકોનું મનોરંજન કરી રહી છે તો નારા છેલ્લા ઘણા વર્ષોથી છવાયેલી છે. પરંતુ એવું ખૂબ ઓછુ થયું છે કે બંને ડાન્સિંગ ક્વીન એક સાથે સ્ટેજ પર હાજર હોય. એક વખત જ્યારે નોરા અને મલાઈકા સ્ટેજ પર  સાથે જોવા મળી અને બંનેના ડાન્સે લોકોને દિવાના બનાવ્યા હતા.


ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં બંને સાથે જોવા મળ્યા હતા. આ શોમાં થોડા સમય માટે ગેસ્ટ જજ તરીકે નોરા ફતેહી જોવા મળી હતી. તેને આ રોલમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. એક એપિસોડમાં મલાઈકા અને નોરા બંને સાથે જોવા મળી હતી. જ્યારે બંનેને સાથે ડાન્સ કરવાની અપીલ કરવામાં આવી તો બંનેએ એક બીજાના સુપરહિટ ગીત પર ડાન્સ કરી આગ લગાવી દીધી હતી.


આ વીડિયોમાં નોરા મલાઈકાના ગીત મુન્ની બદનામ પર ડાન્સ કરતી જોવા મળી હતી જ્યારે મલાઈકા દિલબર ગીત પર નોરાની જેમ ડાન્સ કરતા જોવા મળી હતી. જજ ટેરેંસ લુઈસે ડાન્સ જોઈ કહ્યું કોઈ એસી ચલાવો યાર. જો તમે આ બંને હસીનાઓને અત્યાર સુધી એક સ્ટેજ પર નથી જોઈ તો આ વીડિયો જોઈ આનંદ કરો.