Mandakini Birthday: 80 અને 90ના દાયકામાં બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓએ પોતાની અદ્દભુત સુંદરતાથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. એક્ટિંગની સાથે સાથે ઘણી સુંદરીઓએ પોતાની સુંદરતાથી લોકોને પોતાના ફેન પણ બનાવી દીધા હતા. આવી જ એક અભિનેત્રી હતી મંદાકિની.


મંદાકિનીની સુંદરતા અને વાદળી આંખોને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જ્યારે પણ ચાહકો તેને જોતા હતા, ત્યારે તેઓ તેને જોઈ જ રહેતા હતા. સામાન્ય લોકોની વાત તો છોડો, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પણ વાદળી આંખોવાળી મંદાકિનીના પ્રેમમાં પડ્યો હતો. કથિત રીતે બંનેનું અફેર હતું. બંનેની એક તસવીર સામે આવ્યા બાદ તેમના સંબંધોને વધુ વેગ મળ્યો હતો. પરંતુ આ તસવીરે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો.


મંદાકિની અને દાઉદની તે તસવીર




80 અને 90ના દાયકામાં બોલિવૂડમાં ચર્ચાનો વિષય બનેલી મંદાકિની 61 વર્ષની થવા જઈ રહી છે. તેમનો જન્મ 30 જુલાઈ 1963ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે 80 અને 90ના દાયકામાં બોલિવૂડમાં અંડરવર્લ્ડની ઘણી દખલગીરી હતી. અંડરવર્લ્ડ ડોન દાઉદ મંદાકિનીના પ્રેમમાં હતો.


મંદાકિનીએ ડોન સાથેના તેના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા ન હતા, પરંતુ 1994માં સામે આવેલી બંનેની એક તસવીરે તેમના સંબંધો પર મહોર મારી દીધી હતી. વર્ષ 1994માં દુબઈના શારજાહના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે મેચ ચાલી રહી હતી. દાઉદ અને મંદાકિની મેચ જોવા માટે સાથે આવ્યા હતા.


મંદાકિની અને દાઉદ એકબીજાની એકદમ નજીક બેઠા હતા. બંનેની તસવીર સામે આવતા જ હોબાળો મચી ગયો હતો. આ તસવીરની ખૂબ ચર્ચા થઈ હતી પરંતુ મંદાકિનીના બોલિવૂડ કરિયર પર તેની ઊંડી અસર પડી હતી. અંડરવર્લ્ડ ડોન સાથેની નિકટતાને કારણે મંદાકિનીનું બોલિવૂડ કરિયર બરબાદ થઈ ગયું હતું. બોલિવૂડ માટે એક સમયે સેન્સેશન બનેલી મંદાકિની અચાનક સિલ્વર સ્ક્રીનથી દૂર થઈ ગઈ.




1985 માં ડેબ્યૂ કર્યું, પહેલી જ ફિલ્મથી છવાઈ ગઈ


મંદાકિનીએ 1985માં રાજ કપૂરની ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજ કપૂરના પુત્ર રાજીવ કપૂરે કામ કર્યું હતું. આ ફિલ્મ ટિકિટ બારી પર હિટ રહી હતી. મંદાકિની પહેલી જ ફિલ્મથી છવાઈ ગઈ હતી.


ડેબ્યુ ફિલ્મ સમયે મંદાકિની 22 વર્ષની હતી. પોતાની પહેલી જ ફિલ્મમાં મંદાકિનીએ બોલ્ડ સીન્સ આપીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. 'રામ તેરી ગંગા મૈલી' હિટ થયા બાદ મંદાકિની પાસે ફિલ્મોની કતાર લાગી ગઈ હતી. પરંતુ તેણે પોતે જ તેની કારકિર્દી બરબાદ કરી નાખી હતી.