મનિષા કોઇરાલાએ નેપાલના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલીના ટ્વીટ પર જવાબ આપ્યો છે, આ જવાબમાં તેને નેપાલની સરકારને ધન્યવાદ સાથે કહ્યું કે, ભારત, નેપાલ અને ચીન ત્રણે મહાન દેશોની વચ્ચે શાંતિપૂર્ણ અને સન્માનજનક વાતચીતની આશા રાખુ છું.
નેપાલના વિદેશમંત્રીએ કર્યુ હતુ ટ્વીટ
આ પહેલા નેપાલના વિદેશ મંત્રી પ્રદીપ ગ્વાવલીએ ટ્વીટ કર્યુ હતુ, જેમાં તેમને કહ્યું હતુ કે મંત્રી પરિષદે પોતાના 7 પ્રાંતો, 77 જિલ્લા અને 753 સ્થાનિક પ્રશાસનિક પ્રભાગોને બતાવતા દેશનો એક નવો નક્શો પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે.
આમાં લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની પણ સામેલ છે. પ્રદીપે એ પણ કહ્યું કે સત્તાવાર નક્શો જલ્દી જ દેશની જમીન પ્રબંધન મંત્રાલય પ્રકાશિત કરશે.