એડને લઇને લોકો પાકિસ્તાનમાં ઇલેક્ટ્રૉનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (પેમરા)ની ભૂમિકામાં પર સવાલો ઉઠાવવા લાગ્યા છે. વિરોધ વધ્યો તો છેવટે પેમરાએ એક નિવેદન આપવુ પડ્યુ, તેમને કહ્યું કે એડવર્ટાઇઝિંગ એસોસિએશન અને એડવર્ટાઝિંગ સોસાયટીએ એડ કન્ટેન્ટ પર વિચાર કરવો જોઇએ.
એડ પર કેમ મચી ગઇ બબાલ
બિસ્કિટ માટે શૂટ કરવામાં આવેલી એડમાં પાકિસ્તાની હૉટ મૉડલ અને એક્ટ્રેસ મહવિશ હયાત દેખાઇ રહી છે. એડમાં મહવિશ પાકિસ્તાનના પારંપરિક વેશભૂષા અને પરિવેશમાં દેખાઇ રહી છે. તેની આસપાસ ડાન્સ કરતા અન્ય કલાકારોઓએ રંગ-બિરંગી પરિધાન પહેરેલા છે. વીડિયોમાં ગીતની ધૂન પર તમામ કલાકારોને ઝૂમતા-નાચતા, હંસતા અને મુસ્કુરાતા દેખી શકાય છે.
સોશ્યલ મીડિયા પર એડનો વીડિયો વાયરલ થયા બાદ, એક નવી ચર્ચા શરૂ થઇ ગઇ. એક ગૃપે એડને અશ્લીલતાથી ભરેલી ગણાવી દીધી, તેમનુ કહેવુ છે કે હવે કલાકારની સ્વતંત્રતા પણ સુરક્ષિત નથી. બીજા યૂઝરે લખ્યું- બિસ્કિટ વેચવા માટે ટીવી પ હવે મુઝરો ચાલશે, પેમાર નામની કોઇ સંસ્થા છે કે નહીં. વળી, એક યૂઝરે સીધી ઇમરાનને કાર્યવાહી કરવાની માંગ કરી દીધી. વળી કેટલાકે આમાં ઇસ્લામનો એન્ગલ લાવી દીધો.