Mimi Movie Streaming: ફિલ્મ મિમિ (Mimi) સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ મિમી જે 30 જૂલાઈએ રિલીઝ થવાની હતી જેને 4 દિવસ પહેલા જ રિલીઝ કરી દેવામાં આવી છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે (Taran Adarsh) એ થોડા સમય પહેલા જ એક ટ્વિટ શેર કર્યું છે. આ ટ્વિટમાં ફિલ્મના લીડ અભિનેતા પંકડ ત્રિપાઠી (Pankaj Tripathi) ફિલ્મની સમય કરતા પહેલા રિલીઝ થવાની જાણકારી આપતા જોવા મળી રહ્યા છે.
પંકજ ત્રિપાઠી આ વીડિયો કહે છે કે, ‘મિમી અમારા બધા માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે, સમગ્ર ટીમ અને અમે બધાએ નક્કી કર્યું હતું કે આજે પરિવાર સાથે ફિલ્મ જોઈએ પછી લાગ્યું કે તમે પણ અમારો પરિવાર છો તો તમારા બધા વગર આ ફિલ્મ સ્પેશલ કઈ રીતે હોઈ શકે’
બાદમાં પંકજ ઈંગ્લિશમાં કહે છે કે, ‘ મિમી ઈઝ ડિલીવરિંગ અર્લી, કેટલાક બાળકો હોય છે જે સમય કરતા ચાર દિવસ પહેલા આવી જતા હોય છે, તે જ એ અમારી મિમી, તો તમે પણ પરિવાર સાથે જુઓ, અમે પણ જોવા જઈ રહ્યા છીએ.’ પંકજ આ સાથે એમ પણ કહે છે કે ‘ અમારી ટીમના બે સભ્યોના જન્મદિવસ છે તો ડબલ સેલિબ્રેશન છે, એક દિનેશ વિઝન અમારા પ્રોડ્યૂસર અને બીજી કૃતિ સેનન મિમી નો, અમે જઈ રહ્યા છીએ ફિલ્મ જોવા અને સેલિબ્રેશન કરવા તમે પણ જાઓ, થેંક્યૂ’.
તમને જણાવી દઈએ કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે ફિલ્મ મિમી ઓનલાઈન લીક થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ મિમી પર પાઈરેસીની માર પડી હતી અને તેની HD વર્ઝન પણ ઓનલાઈન ઉપલબ્ધ હતું. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ લીક થતા મેકર્સે ફિલ્મને 30 જુલાઈની જગ્યાએ 26 જુલાઈએ જ રિલીઝ કરવાનું યોગ્ય સમજ્યું છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન સાથે સુપ્રિયા પાઠક, મનોજ પાહવા, સાઈ તમહનકર છે. ફિલ્મમાં સેરોગેસીના મુદ્દાને કૉમિક રીતે દર્શાવવામાં આવ્યો છે.