મુંબઇઃ બૉલીવુડની ફિલ્મો હવે એક પછી એક રિલીઝ થઇ રહી છે, હાલમાં સાઉથની ફિલ્મોની જોરદાર સફળતાના કારણે બૉલીવુડની ફિલ્મો પર અસર પડી રહી છે. શાહિદ કપૂરની ફિલ્મ જર્સીને લઇને ફેન્સ પણ ઇન્તજાર કરી રહ્યાં છે. પહેલા કોરોના અને હવે કેજીએફની રિલીઝના કારણે જર્સીની રિલીઝ પાછી ઠેલાઇ હતી, પરંતુ હવે શાહિદ કપૂરની ક્રિકેટ પર આધારિત ફિલ્મ જર્સી રિલીઝ થઈ છે.


આ ફિલ્મ ક્રિકેટ પર બનાવવામાં આવી છે, હવે ફિલ્મને લઇને એક્ટરની પત્ની મીરા રાજપૂતે રિવ્યૂ પૉસ્ટ કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. ફિલ્મ રિલીઝ બાદ પત્ની મીરા કપૂરે શાહિદના વખાણ કર્યા છે. શાહિદે પણ આ ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપી છે. આ ફિલ્મને 22 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. 


ફિલ્મ રિલીઝ થતાં જ પત્ની મીરાએ ઇન્સ્ટા પર એક પૉસ્ટ લખી -  'આપ મેજિક હે @shahidkapoor. આ ટેસ્ટના અંત સુધીની સફર ધણી લાંબી રહી છે. દરેક ઈનિંગમાં એક નવો વળાંક આવ્યો પરંતુ તમે બધાનો ખૂબ જ ઉત્સાહપૂર્વક સામનો કર્યો છે.'


જોકે, મીરાની આ પૉસ્ટ પર પતિ શાહિદ કપૂરે પણ રિસ્પૉન્સ આપ્યો છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મીરાની આ પોસ્ટ શેર કરી અને કેપ્શનમાં લખ્યું હતું કે, 'માય લવ, તમે મારા દરેક સમયના વિંગમેન બની શકો છે અને હું પણ હંમેશા તારો વિંગમેન છું.' 


આ પણ વાંચો.......... 


DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ


આ રાજ્યમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, એક્ટિવ કેસ 3000 ને પાર, 4 મહિનાનું ચેપગ્રસ્ત બાળક ઓક્સિજન સપોર્ટ પર


SSY: સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાધારકો માટે મહત્વપૂર્ણ માહિતી, યોજનામાં કરવામાં આવ્યા આ મહત્વપૂર્ણ ફેરફારો


LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી


સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ