Mirzapur 3 big updates: ‘મિર્ઝાપુર’ વેબ સીરીઝ કરણ અંશુમાન દ્વારા બનાવવામાં આવી છે અને આની સ્ટૉરી અનુષ્માન, પુનીત કૃષ્ણા અને વિનીત કૃષ્ણ દ્વારા લખવામાં આવી છે. તેનો પહેલો ભાગ 2018માં રિલીઝ થયો હતો અને બીજો ભાગ 2020માં આવ્યો હતો. હવે ત્રીજા ભાગ માટે ચાહકોની માંગ પર શોના નિર્માતા તેને ફરીથી લાવી રહ્યા છે. 'મિર્ઝાપુર-3'નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. મેકર્સ તેના પૉસ્ટ પ્રૉડક્શનની કેટલીક બાબતોને ફાઇનલ કરવામાં વ્યસ્ત છે.


હવે સમાચાર છે કે 'મિર્ઝાપુર-2' આ વર્ષે માર્ચમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે માર્ચ 2024 ના છેલ્લા અઠવાડિયામાં દર્શકો ઘરે બેસીને તેનો આનંદ માણશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


શું છે ‘મિર્ઝાપુર-3’ની કહાણી 
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 'મિર્ઝાપુર'ના તમામ ભાગોને દર્શકો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો છે. આ સીરીઝના બંને ભાગ સુપરહિટ સાબિત થયા છે. આ સીરિઝનું દરેક પાત્ર ઘણું ફેમસ થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીરિઝની સ્ટોરીને ત્રીજા ભાગ સાથે આગળ વધારવામાં આવશે. ફરી એકવાર ત્રિપાઠીઓ અને પંડિત પરિવાર વચ્ચે જોરદાર લડાઈ જોવા મળશે પરંતુ આ વખતે એક નવી વાર્તાનો જન્મ થશે. બધા જાણે છે કે મિર્ઝાપુર સિઝન 2 એ સંકેત સાથે સમાપ્ત થઈ કે ગુડ્ડુએ કાલીન ભૈયાને હરાવ્યો છે. કાલિન ભૈયા એટલે કે અખંડાનંદ 'કાલીન' ત્રિપાઠીને તેમની પત્નીનો સાથ પણ મળ્યો ન હતો. હવે જોવાનું એ રહેશે કે 'મિર્ઝાપુર-3'માં કોણ કોના ઉપર વિજય મેળવે છે.


‘મિર્ઝાપુર-3’ કાસ્ટ 
‘મિર્ઝાપુર-3’માં આ વખતે પણ તમે પંકજ ત્રિપાઠીને કાલિન ભૈયાના રોલમાં જોશો. ગુડ્ડુના રોલમાં અલી ફઝલ ફરી એકવાર દિલ જીતવા જઈ રહ્યો છે. તેમના સિવાય શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, વિજય વર્મા, હર્ષિતા ગૌર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પૈન્યુલી, શીબા ચઢ્ઢા અને રાજેશ તૈલાંગ પણ જોવા મળશે.