Mirzapur 3 Trailer: કાલીન ભૈયા-ગુડ્ડુ પંડિતની 'મિર્ઝાપુર 3'નું શાનદાર ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો

છેલ્લા બે વર્ષથી ચાહકો 'મિર્ઝાપુર સિઝન 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા આ શોનું ટીઝર રિલીઝ થયું હતું.

Continues below advertisement

છેલ્લા બે વર્ષથી ચાહકો 'મિર્ઝાપુર સિઝન 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા આ શોનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં 'બાબુ જી' (કુલભૂષણ ખરબંદા) ના અવાજે જણાવ્યું હતું કે 'શેર અભી ઘાયલ હૈ, લેકિન વાપસ જરુર લૌટેગા'. હવે આ સિરીઝનું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 'મિર્ઝાપુર' સિરીઝ તેની રાજનીતિ, ડ્રામા અને ખુનખરાબા માટે જાણીતી છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે નવી સિઝનમાં પણ તમને આ બધી વસ્તુઓનું ભરપૂર મિશ્રણ જોવા મળશે.

Continues below advertisement

ટ્રેલરની શરૂઆત નેતાજીના  તેમના ભાષણની પ્રેક્ટિસ કરવાથી થાય છે. આ પછી આવે છે ગુડ્ડુ પંડિત (અલી ફઝલ), જે મિર્ઝાપુર પર રાજ કરવા તૈયાર છે. હાથમાં મોટો હથોડો લઈને ગુડ્ડુએ ચોકમાં સ્થાપિત કાલિન ભૈયા (પંકજ ત્રિપાઠી)ની પ્રતિમાને તોડી નાખી છે. કાલિન ભૈયાની પત્ની બીના ત્રિપાઠી (રસિકા દુગ્ગલ) હવે ગુડ્ડુ સાથે છે. તો  ગોલુ ગુપ્તા (શ્વેતા ત્રિપાઠી) કંઈક મોટું કરવાનું પ્લાનિંગ કરી રહી છે. 

ગુડ્ડુ પંડિતે છેલ્લી સિઝનમાં મોટા કાંડ કર્યા બાદ પોતાના ઘણા દુશ્મનો બનાવ્યા છે. હવે કાલીન ભૈયાની ફોજ તેની પાછળ છે. માધુરી યાદવ, છોટે શુક્લા સહિત અન્યો કાલીન ભૈયાની છબી જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરેકનો હેતુ સ્પષ્ટ છે - ગુડ્ડુ પંડિતનો ખાત્મો. જ્યારે બીના ત્રિપાઠી હવે ગુડ્ડુની નજીકની મિત્ર બની ગઈ છે. આ ટ્રેલરમાં રાજકારણની સાથે-સાથે એક્શન, ષડયંત્ર, વિશ્વાસઘાત અને ઘણા ટ્વિસ્ટ છે, જે તમને આવનારી સિઝન જોવા માટે ઉત્સાહથી ભરી દેશે. આ વખતે પણ શોમાં જબરદસ્ત ખુનખરાબા થવાનો છે.

'મિર્ઝાપુર 3' એક્સેલ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટના પ્રોડક્શન બેનર હેઠળ બનાવવામાં આવી છે. તેના નિર્દેશક ગુરમીત સિંહ અને આનંદ અય્યર છે. આ શોમાં પ્રશંસકોના મનપસંદ પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, ઈશા તલવાર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પેન્યુલી, હર્ષિતા શેખર ગૌર, રાજેશ તૈલંગ, શીબા ચઢ્ઢા, મેઘના  મલિક અને મનુ ઋુષિ ચઢ્ઢા જેવા શાનદાર કલાકારો જોવા મળશે.  આ દસ એપિસોડની સિરીઝ 5 જુલાઈ, 2024થી પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.  

'મિર્ઝાપુર 3' દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવેલી વેબસિરીઝ છે. ચાહકો આ વેબસિરીઝની ખૂબ જ આતુરતા સાથે રાહ જોઈ રહ્યા છે. 

Continues below advertisement
Sponsored Links by Taboola