Mirzapur 3: અલી ફઝલે ચાહકોને બતાવી ગુડ્ડુ પંડિતની ઝલક, બોલ્યો - લાઠી-લાકડી નહી, હવે....

વેબ સીરીઝ મિર્જાપુર (Mirzapur) નો ક્રેઝ બધાના ઉપર છવાયેલો છે. આ સીરીઝની બે સીઝન આવી ચુકી છે અને બંને સીઝનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.

Continues below advertisement

Ali Fazal Photo: વેબ સીરીઝ મિર્જાપુર (Mirzapur) નો ક્રેઝ બધાના ઉપર છવાયેલો છે. આ સીરીઝની બે સીઝન આવી ચુકી છે અને બંને સીઝનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. જ્યારથી મિર્જાપુર સીઝન 3ની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી આ સીરીઝના ફેન્સ આતુરતાથી રાહ જોઈને બેઠા છે. બધા ફેન્સને મિર્જાપુર સીઝન 3ની ક્યારે રીલીઝ થશે તે જાણવું છે. ત્યારે હવે અલી ફઝલ (Ali Fazal) એટલે કે ગુડ્ડુ ભૈયાએ એક ફોટો શેર કરીને આ ક્રેઝને વધારી દીધો છે. ઈંસ્ટાગ્રામ પર અલી ફઝલે કરેલા એક ફોટોથી ફેન્સ રીલીઝ ડેટની અટકળો લગાવતા થઈ ગયા છે.

Continues below advertisement

અલી ફઝલે ગુડ્ડુ પંડિતના રોલમમાં એક ફોટો શેર કર્યો છે. સાથે જ અલીએ ફેન્સને બતાવ્યું છે કે, મિર્જાપુર સીઝન 3ની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ પોસ્ટ બાદ લોકો તેમના ફોટો પણ ઘણી બધી કોમેન્ટ પણ કરી રહ્યા છે. અલી ફઝલે પોતોના ફોટો શેર કર્યો એવો તરત જ વાયરલ થયો હતો.

ગુડ્ડુ પંડિતે તૈયારીઓ શરુ કરીઃ
અલી ફઝલે પોતાના પાત્રનો ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે - ...અને શરુઆત થઈ ગઈ છે. પ્રૈપ, રિહર્સલ, રીડિંગ.. લાઠી-લાકડી નહીં, હવે નીચેથી બુટ અને ઉપરથી બંદૂક ફાયર થશે. લગાઓ હાથ કમાઓ કંટાપ. ગુડ્ડુ આવી રહ્યો છે પોતાની રીતે. તમને જણાવી દઈએ કે એમેઝોન પ્રાઈમે હાલમાં જ મિર્ઝાપુરની સીઝન 3ની જાહેરાત કરી છે. જોકે એમેઝોન પ્રાઈમ તરફથી મિર્જાપુર સીઝન 3 ક્યારે રીલીઝ થશે તેની તારીખ જાહેર નથી કરાઈ. આ સીરીઝની પહેલી સીઝન 2018માં આવી હતી અને બીજી સીઝન 2020માં આવી હતી. મિર્ઝાપુર એક ક્રાઈમ થ્રિલર વેબ સરીઝ છે.

Continues below advertisement
Sponsored Links by Taboola