Mirzapur Season 3 Teaser: આવી ગયુ 'મિર્ઝાપુર 3'નું પાવરફુલ ટીઝર, આ તારીખે Prime Video પર થશે ધમાકો  

મિર્ઝાપુરના ચાહકો માટે એક સારા સમાચાર છે.  પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી અને રસિકા દુગલ સ્ટારર 'મિર્ઝાપુર' સીઝન 3નું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

Continues below advertisement

Mirzapur Season 3 Teaser: મિર્ઝાપુરના ચાહકો માટે એક સારા સમાચાર છે.  પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી અને રસિકા દુગલ સ્ટારર 'મિર્ઝાપુર' સીઝન 3નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ વખતે ટીઝરમાં કુલભૂષણ ખરબંદાના દમદાર અવાજે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે.

Continues below advertisement

ટીઝરમાં  ધમાકો

ટીઝરમાં, કુલભૂષણ ખરબંદા કહેતા સાંભળવામાં આવે છે, "જંગલ મેં આયેગા ભૌકાલ," જે આ સિઝનની સ્ટોરીને વધુ રોમાંચક બનાવે છે. ટીઝરએ દર્શકોની અપેક્ષાઓ વધારી દીધી છે અને હવે ચાહકો આ સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સ્ટાર કાસ્ટ

આ સિઝનમાં પણ પંકજ ત્રિપાઠી કાલિન ભૈયાના રોલમાં જોવા મળશે, જ્યારે અલી ફઝલ ગુડ્ડુ ભૈયાના રોલમાં પરત ફરશે. શ્વેતા ત્રિપાઠી ગોલુ ગુપ્તાના રોલમાં જોવા મળશે અને રસિકા દુગલ બીના ત્રિપાઠીના રોલમાં જોવા મળશે.

પ્રીમિયરની તારીખ

'મિર્ઝાપુર' સિઝન 3નું પ્રીમિયર 5 જુલાઈએ પ્રાઇમ વીડિયો પર થશે. આ જાહેરાતથી ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે અને હવે દરેક આ તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ચાહકોની પ્રતિક્રિયા

ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી કમેન્ટ્સ અને રિએક્શન આવવા લાગ્યા. બધાએ આ સિઝનના વખાણ કર્યા અને જલ્દી જોવાની ઈચ્છા વ્યક્ત કરી. મિર્ઝાપુરની આ નવી સીઝન પહેલાથી જ તેના ટીઝર દ્વારા દર્શકોમાં ઉત્સુક્તાનું વાતાવરણ બનાવી ચુકી છે. હવે જોવાનું એ રહે છે કે 5 જુલાઈએ આવી રહેલી આ સિઝન દર્શકોની અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે. 

વર્ષની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'મિર્ઝાપુર 3'ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે.મિર્ઝાપુરની પ્રથમ બે સિઝનમાં પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ, રાસિકા દુગ્ગલ અને શ્વેતા ત્રિપાઠીએ પોતાના અભિનયથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. ડાયલોગ્સથી લઈને સ્ટોરી સુધી એમેઝોન પ્રાઇમ વીડિયોની આ સીરીઝની બંને સીઝન લોકોના દિલમાં વસી ગઈ હતી. આવી સ્થિતિમાં હવે ચાહકો વેબ સિરીઝની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે.    વેબ સિરીઝ 'મિર્ઝાપુર 3'ને લઈ દર્શકો ખૂબ  જ રાહ જોઈ રહ્યા છે.             

Continues below advertisement
Sponsored Links by Taboola