એક્ટ્રેસે આ વીડિયોમાં તેને હૉસ્પીટલમાં થઇ રહેલી સારવારની પ્રૉસેસ અને તે પોતાનો સમય કેવી રીતે વિતાવી રહી છે, તે વ્યક્ત કરી રહી છે. આ બધુ તે રડતા રડતા કહી રહી છે.
મોહિના કુમારી સિંહ વીડિયોમાં કહે છે કે તે ઠીક અનુભવી રહી છે, આ વીડિયો એવા ફેન્સને બતાવવા માટે બનાવી રહી છુ કે કોરોના દરમિયાન શું શું થઇ રહ્યું છે. તેને કહ્યું હૉસ્પીટલમાં છઠ્ઠો દિવસ છે, પણ માનસિક રીતે સારુ નથી લાગી રહ્યું. હું સુયશજીના મમ્મી પપ્પા અને ભત્રીજાને લઇને ટેન્શનમાં છુ, પ્લીઝ તમે લોકો ડરો ના. શારીરિક કરતા માનસિક રીતે આ વધારે ડરાવનુ છે, જ્યારે તમને ખબર પડે છે કે તમારી અંદર એક વાયરસ છે તો બહુજ ખરાબ અનુભવાય છે.
તેને કહ્યું કે અમે કોરોના વાયરસ વિશે એટલુ બધુ સાંભળી લીધુ છે અને અનુભવી લીધુ છે કે આ માનસિક રીતે અમારા પર હાવી થઇ ગયો છે.
મોહિના કુમારી સિંહે કહ્યું મારા દિયરને બાદ કરતા ઘરના તમામ સભ્યો કોરોના પૉઝિટીવ નીકળ્યા છે. બાકીના સભ્યો ઘરમાં જ રહે છે. ટ્રીટમેન્ટ વિશે વાત કરતા કરતા એક્ટ્રેસ રડવા લાગે છે, તેને રડતા રડતા કહ્યું જરા પણ લક્ષણો દેખાય તો કોરોનાનો ટેસ્ટ જરૂર કરાવો, એટલુ જ નહીં તેને લોકોને સારા કામ કરવાનુ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસના ઘરમા બધા સભ્યોને કોરોના પૉઝિટીવ નીકળતા એઇમ્સમાં સારવાર માટે લઇ જવાયા હતા.