ક્રાઈમ અને ડ્રામ પર આધારિત સ્પેનિશ વેબસીરીઝ ‘મની હાઈસ્ટ 5’(Money Heist 5) નું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. મની હાઈસ્ટ નેટફ્લિક્સ પર આવેલી અત્યાર સુધીની સૌથી શાનદાર વેબસીરીઝમાંથી એક છે, જેના દુનિયાભરના દર્શકોનો પ્રેમ મળ્યો છે. મની હાઈસ્ટના અત્યાર સુધીમાં ચાર ભાગ આવી ચૂક્યા છે, પાંચમાં પાર્ટના ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું કે રોયલ મિન્ટ ઓફ સ્પેન અને બેંક ઓફ સ્પેનમાં પોતાની ટીમની સાથે ખૂબ જ શાતિર અંદાજમાં ચોરી કરનારા પ્રોફેસર પકડાઈ જાય છે.  


 



તમને જણાવી દઈએ કે મની હાઈસ્ટ સીરીઝમાં દેખાડવામાં આવ્યું છે કે પ્રોફેસર ખૂબ જ ઝડપી મગજના છે અને કોઈપણ ચોરીનો ફુલપ્રૂફ પ્લાન તેઓ જ બનાવે છે. ટ્રેલર જોઈને સમજાય છે કે પ્રોફેસરના પકડાયા બાદ તેમની ટીમ હવે પોતાના ભરોસા પર છે અને બેંકની અંદર ફસાઈને રહી ગઈ છે. પ્રોફેસર પણ પકડાઈ ચૂક્યા છે એવામાં ટીમની પાસે બેંકમાંથી સુરક્ષિત બહાર નિકળવા માટે પ્લાન બી પણ નથી. તેની વચ્ચે સ્પેનની સેના પણ બેંક પર હુમલો કરી દે છે. હવે બેંક ઓફ સ્પેનમાં ગેંગની ચાલી રહેલી લૂંટમાં શું થશે ?


ટ્રેલર જોયા બાદ દર્શકોમાં મનમાં એક જ ઉત્સુકતા જાગી રહી છે કે શું દર વખતની જેમ આ વખતે પણ પ્રોફેસર પોતાની ટીમને બચાવી લેશે ? શું ટીમ આ મુશ્કેલીમાંથી બહાર નિકળી શકશે ?  પ્રોફેસરનું આગળ શું થશે  ?  શું આ પ્રોફેસરના પ્લાનનો જ એક ભાગ તો નથી ને.  તમને જણાવી દઈએ કે મની હાઈસ્ટ ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે અને થોડી મિનિટોમાં જ લાખો લોકોએ જોયું છે. તમને જણાવી દઈએ કે  ‘ મની હાઈસ્ટ ’  માં સ્પેનિશ અભિનેતા  Alvaro Morte, Sergio Marquina   નામના પ્રોફેસરના રોલમાં જોવા મળી રહ્યો છે.