Mouni Roy Was In Hospital For 9 Days: નાગિન શોની ધડકન બનીને ઉભરેલી મૌની રોય તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે દુબઈમાં વૈભવી જીવન જીવી રહી હતી, ત્યારે અચાનક સમાચાર આવ્યા કે મૌની રોયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મૌની રોયે પોતે જ તેના ફેન્સને આ અંગે જાણકારી આપી હતી. મૌની છેલ્લા 9 દિવસથી હોસપિટલના પાથરણે પડી છે જેને લઈને તેના ચાહકો ચિંતિત જોવા મળી રહ્યાં છે. અભિનેત્રીના ચાહકો તેની બિમારી વિષે જાણવા પણ આતુર છે.
મૌની રોય 9 દિવસ સુધી હોસ્પિટલમાં
મૌની રોયે પોતાના ફેન્સને પોતાની સાથે જોડાયેલ એક ચોંકાવનારા સમાચાર આપ્યા છે. સોશિયલ મીડિયા પર મૌનીએ કહ્યું હતું કે, હવે તે ઘણી શાંતિ અનુભવી રહી છે. તે છેલ્લા 9 દિવસથી હોસ્પિટલમાં હતી. મૌનીએ એક પોસ્ટ કરી જેમાં તેણે પોતાના દિલની નજીકના લોકો સાથે ખાસ તસવીરો શેર કરી અને આ હૃદય સ્પર્શી પોસ્ટ શેર કરી હતી. મૌનીએ તેના પતિ સૂરજ નામ્બિયાર વિશે ઘણી ખાસ વાતો લખી છે. જ્યારથી મૌની હોસ્પિટલ પહોંચી ત્યારથી તેનો પતિ તેની સાથે એક એક મિનિટ અને દરેક ક્ષણે સાથે રહ્યો, જેના કારણે મૌની ખૂબ જ ઈમોશનલ બની છે.
શું છે મૌનીની પોસ્ટમાં?
મૌનીએ કહ્યું હતું કે, હું 9 દિવસથી હોસ્પિટલમાં છું. હું હજુ પણ આ જ વિચારમાં છું કે, હું કંઈપણ વિશે વિચારીને જેટલી પરેશાન થઈ ગઈ હતી, તેટલી જ હવે મને શાંતિ છે. હું એ કહેતા ખૂબ જ ખુશ છું કે, હું ઘરે પાછી આવી ગઈ છું. હવે ધીમી રિકવરી થઈ રહી છે, પરંતુ હું સારી સ્થિતિમાં છું. દરેક ભૂલ પછી વધુ સારા અને સારા જીવન તરફ. હું મારા નજીકના અને ખૂબ જ પ્રિય મિત્રોનો આભાર માનું છું કે, જેમણે આ સમય દરમિયાન મારી સંભાળ લીધી, મને ઘણો પ્રેમ આપ્યો, હું તમને પ્રેમ કરું છું. જ્યારે તેણે પોતાના પતિ સૂરજ નામ્બિયાર માટે કહ્યું હતું કે, તારા જેવું કોઈ નથી. હું હંમેશા તારી આભારી રહીશ... ઓમ નમઃ શિવાય. જોકે અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં એ વાતની જાણકારી આપી નથી કે તેને આખરે એવું તે શું થયું હતું કે, આટલા બધા દિવસ હોસપિટલમાં દાખલ થવુ પડ્યું હતું.
મૌનીની આ પોસ્ટ જોઈને તેના ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. ફેન્સ તેને જલ્દી સાજા થાઓ એમ કહેતા જોવા મળ્યા હતા. જ્યારે કોઈએ કહ્યું હતું કે, અમે પ્રાર્થના કરીશું કે તમારું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય. આના થોડા કલાકો પહેલા મૌનીએ બીજી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં કેટલીક છેતરપિંડી જેવી બાબતો તરફ ઈશારો હતો. આ સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, મૌનીની વધુ પડતી વિચારણાને કારણે તેને હોસ્પિટલ જવું પડ્યું નથી. આ અંગે કશું કહી શકતો નથી, તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના જ કરી શકાય છે.