ફેન્સ તેની તસવીરો અને વીડિયોને ખૂબ જ પસંદ પણ કરે છે. હવે હાલમાં જ મૌની રોયે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લાલ કલરની સાડીમાં તસવીરો શેર કરી છે. મૌની રોયની આ તસવીરો જોઈ દરેક તેના વખાણ કરી રહ્યા છે.
ટીવી સીરિયલ નાગિનથી જાણીતી બનેલી બંગાલી ગર્લ મૌની રોય ટૂંક સમયમાં બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. તેણે અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.
આ સિવાય તેણે વેબસીરીઝ લંડન કૉન્ફિડેન્શિયલમાં પણ કામ કર્યું છે.
મૌની રોયે પોતાના અભિનયથી લાખો લોકોના દિલમાં રાજ કરે છે. જેટલી સફળ અભિનેત્રી છે એટલી જ તે સુંદર પણ છે. મૌની પોતાના ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે.