મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસ બાદ સોશ્યલ મીડિયા પર ફેક વસ્તુઓનુ પુર આવ્યુ છે. આ ચક્કરમાં ઇન્દોરનો એક મજૂર પરેશાન થઇ ગયો છે. ખરેખર, સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ઇન્દોરની રહેવાસી છે. અંકિતાના નામથી ફેસબુક પર એક નકલી પ્રૉફાઇલ બનાવેલી છે. આ નકલી પ્રૉફાઇલના ચક્કરમાં એક 20 વર્ષીય મજૂર પરેશાન થઇ ગયો છે.
ઇન્દોરમાં મકાનોના તળીયાનુ કામ કરનારા 20 વર્ષીય મજૂરો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા બાદ પોતાના મોબાઇલ ફોન પર આવી રહેલા સેંકડો ફોન કૉલથી પરેશાન થઇ ગયો છે. ખરેખર, ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના નામથી કોઇએ ફેસબુક પર નકલી પ્રૉફાઇલ બનાવી છે. તે પ્રૉફાઇલમાં આ મજૂરનુ નામ નંબર કોઇએ નાંખી દીધો છે. જ્યારે લોકો અંકિતા લોખંડેનો નંબર સમજીનો મજૂરને લોકો સેંકડોની સંખ્યામાં ફોન કરીને પરેશાન કરી રહ્યાં છે.
કેસની તપાસ કરી રહેલી પોલીસના સાયબર સેલનુ કહેવુ છે કે ઓળખની ગરબડીના કારણે દિવંગત અભિનેતાની પૂર્વ પ્રેમિકા અને અભિનેત્રી અંકિતા લોખંડેના નામથી બનાવવામાં આવેલુ એક ફેસબુક પેજ છે, જેના પર મજૂરનો મોબાઇલ નંબર નાંખેલો છે.
ઇન્દોરની સાયબર સેલ બ્રાન્ચે કહ્યું કે, સેંકડોની સંખ્યામાં આવી રહેલા ફોનથી કંટાળીને મજૂરો પોલીસમાં એક ફરિયાદ પણ નોંધાવી છે. તેને ફરિયાદમાં જણાવ્યુ કે, ફેસબુક પેજ પર અંકિતા લોખંડેના એક પેજ પર એબાઉટ સેક્શનમાં મજૂરોનો મોબઇલ નંબર છે. પોલીસ અધિકારીએ કહ્યું કે અંકિતા લોખંડેના નામથી બનાવવામાં આવેલા આ ફેસબુક પેજને 40000થી વધુ લોકો ફોલો કરે છે.
સુશાંતની ગર્લફ્રેન્ડના FB પેજ પર કોનો નંબર મૂકી દેવાતાં થઈ ગયો પરેશાન? રોજ આવે છે સેંકડો ફોન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jul 2020 10:00 AM (IST)
કેસની તપાસ કરી રહેલી પોલીસના સાયબર સેલનુ કહેવુ છે કે ઓળખની ગરબડીના કારણે દિવંગત અભિનેતાની પૂર્વ પ્રેમિકા અને અભિનેત્રી અંકિતા લોખંડેના નામથી બનાવવામાં આવેલુ એક ફેસબુક પેજ છે, જેના પર મજૂરનો મોબાઇલ નંબર નાંખેલો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -