મુંબઈ: મુંબઈ પોલીસે સોમવારે સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીનું નિવેદન નોંધ્યું હતું. નિર્દેશક સોમવારે સવારે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે પહોંચ્યા હતા.


રિપોર્ટ અનુસાર, દિવંગત અભિનેતા સુશાંતને વર્ષ 2013માં ફિલ્મ ગોલિયો કી રાસલીલા રામ-લીલા માટે ભમસાલીએ સંપર્ક કર્યો હતો. પરંતુ સુશાંતના એક પ્રોડક્શન હાઉસ સાથેના કરારના આધારે તે પ્રસ્તાવ સ્વીકાર કરી નહોતો શક્યો. બાદમાં આ ભૂમિકા માટે રણવીર સિંહને લેવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં દીપિકા પણ હતી અને ફિલ્મ સુપરહિટ થઈ હતી.



મુંબઈ પોલીસે છેલ્લા સપ્તાહમાં સુશાંતના પરિવાર, કર્મચારીઓ અને તેમના મિત્રોના નિવેદન નોંધ્યા છે જેમાં તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સિવાય, ફિલ્મમેકર મુકેશ છાબડા અને અભિનેત્રી સંજના સાંઘી પણ સામેલ છે. અભિનેતાની અંતિમ ફિલ્મ દિલ બેચારા છે. આજે જ આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ થયું છે.





સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના પોતાના બાંદ્રા સ્થિત ઘર પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સુશાંતે આ પગલુ કેમ ભર્યું તેને લઈને મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. અત્યાર સુધી કોઈ જાણકારી સામે નથી આવી. પોલીસ પર્સનલ અને પ્રોફેશનલ બંને એંગલથી તપાસ કરી રહી છે.