બોલિવૂડ:વરૂણ અને નતાશાએ વેડિંગ સેરેમની માટે ટ્રેડિશનલ ડ્રેસની પસંદગી કરી હતી. નતાશાએ ગોલ્ડલ આઇવરી વેડિંગ ડ્રેસ કેરી કર્યો હતો. જે તેમણે ખુદ ડિઝાઇન કર્યો હતો. સિલ્વર થ્રેડ વર્કનો દુપટ્ટો માથે લગાવ્યો હતો. હેરસ્ટાઇલની વાત કરીએ તો ટાઇટ હાફ પફ પર વ્હાઇટ ફ્લોરલ બ્રોન્ચ લગાવ્યું હતું. બાકીના વાળને કર્લ કર્યાં હતા. જે ખૂબ જ નેચરલ લૂક આપતા હતા. નતાશાએ લાઇટ મેકઅપ કર્યો હતો. જે નમ્રતા સોનીએ કર્યો હતો.

નમ્રતા સોનીએ નતાશાના મેકઅપનો વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. નતાશાએ સિમ્પલ ડાયમંડ જ્વેલરી પસંદ કરી હતી. નેકલેસમાં વ્હાઇટ ડાયમંડ અને ગ્રીન ડાયમંડનું કોમ્બિનેશન ગોર્જિયશ લૂક આપતું હતું. સ્મોકી આઇ મેકઅપથી નાતાશએ બ્રાઇડલ મેકઅપ પફેક્ટ કર્યો.

નતાશાએ  ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મેકઅપનો વીડિયો પોસ્ટ કરતા મેકઅપ આર્ટિસ્ટની પ્રશંસા કરી હતી. નતાશાનો મેકઅપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.મોટી સંખ્યામાં  ફેન્સ તેને લાઇક્સ અને શેર કરી રહ્યાં છે.

કોણ છે નમ્રતા સોની?


નમ્રતા સોની પોપ્યુલર મેકઅપ આર્ટિસ્ટ છે. જે મોટાભાગની એકટ્રેસની ફેવરિટ મેકઅપ આર્ટિસ્ટ છે. જેમને અનેક સેલેબ્સ બ્રાઇડનો શૃંગાર કર્યો છે. તેમને સોનમ કપૂર, સારા અલીખાનનો મેકઅપ કર્યો હતો. ગૂડ લૂકિંગ અને સિમ્પલ મેકઅપ માટે નમ્રતા સોની બોલિવૂડ એક્ટ્રેસમાં ફેવરિટ છે. નમ્રતા સોનીની મિનિમમ મેકઅપ ફી 40 હજારથી વધુ છે.