National Film Awards 2023 Winner List: 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની યાદી 24 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી. આ પુરસ્કાર ફિલ્મ જગત માટે ખૂબ જ વિશેષ અને સન્માનજનક માનવામાં આવે છે. આ એવોર્ડ 2021માં રિલીઝ થનારી ફિલ્મોને આપવામાં આવી રહ્યો છે.


 






શ્રેષ્ઠ અભિનેત્રીની રેસમાં આ વખતે આલિયા ભટ્ટ અને કંગના રનૌત વચ્ચે જોરદાર ટક્કર થવાની ધારણા હતી. જોકે આલિયા ભટ્ટે આ બાજી જીતી લીધી છે અને 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે. તો બીજી તરફ, શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણી વિશે વાત કરીએ તો, અલ્લુ અર્જુન, રામ ચરણ, જુનિયર એનટીઆર તેના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. આ સિવાય મલયાલમ એક્ટર જોજુ જ્યોર્જનું નામ પણ સામે આવી રહ્યું હતું. પરંતુ બધાને પાછળ છોડીને અલ્લુ અર્જુને 'પુષ્પા' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. અલ્લુ અર્જુનના બેસ્ટ ફ્રેન્ડ જુનિયર એનટીઆરએ તેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.


અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળતા પુષ્પાની ટીમ સેલિબ્રેશન કર્યું હતું


 






અહીં વિજેતાઓની સંપૂર્ણ યાદી જુઓ


 







  • શ્રેષ્ઠ ફીચર ફિલ્મઃ રોકટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ (આર માધવન લીડ એક્ટર)

  • શ્રેષ્ઠ અભિનેતાઃ અલ્લુ અર્જુન (પુષ્પા)

  • શ્રેષ્ઠ અભિનેત્રી: આલિયા ભટ્ટ/કૃતિ સેનન

  • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઃ પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)

  • શ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ પંકજ ત્રિપાઠી (મિમી)

  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - સરદાર ઉધમ સિંહ

  • શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર - સરદાર ઉધમ સિંહ

  • શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ - છેલ્લો શો

  • શ્રેષ્ઠ બાળ કલાકાર - ભાવિન રબારી (છેલ્લો શો)

  • શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - 777 ચાર્લી

  • સ્પેશિયલ જ્યુરી એવોર્ડ - શેરશાહ

  • શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન એવોર્ડ - RRR (સ્ટંટ કોરિયોગ્રાફર - કિંગ સોલોમન)

  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - RRR (કોરિયોગ્રાફર- પ્રેમ રક્ષિત)

  • શ્રેષ્ઠ સ્પેશિયલ ઇફેક્ટ્સ - RRR (સ્પેશિયલ ઇફેક્ટ્સ ક્રિએટર - વી શ્રીનિવાસ મોહન)



રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2021: નોન ફીચર ફિલ્મ


બેસ્ટ નરેશન વોઈસ ઓવર આર્ટિસ્ટ - કુલદા કુમાર ભટ્ટાચારજી
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન - ઈશાન દિવેચા
બેસ્ટ એડિટિંગ - અભરો બેનર્જી (If Memory Serves Me Right)


નોન ફીચર સ્પેશિયલ મેન્શન


બાલે બંગારા-અનિરુદ્ધ જાટેકર
કરુવરાઈ- શ્રીકાંત દેવા
ધ હીલિંગ ટચ-શ્વેતા કુમાર દાસ
એક દુવા- રામ કમલ મુખર્જી