Nawazuddin Siddiqui Wife Controversy: જો હિન્દી સિનેમાના પાવરફુલ અભિનેતાનો ઉલ્લેખ કરવામાં આવે તો નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ ચોક્કસપણે તેમાં સામેલ થશે. છેલ્લા ઘણા સમયથી નવાઝુદ્દીન સિદ્દીકી તેની પત્ની આલિયા સિદ્દીકી સાથે ચાલી રહેલા વિવાદને કારણે ચર્ચામાં છે. નવાઝે એકવાર કહ્યું હતું કે તેની પત્ની સાથેના વિવાદથી તેના બંને બાળકોના અભ્યાસ પર અસર પડી છે. આ દરમિયાન નવાઝના આ નિવેદન પર આલિયા સિદ્દીકીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.






 


આલિયાએ બાળકોના શિક્ષણ વિશે વાત કરી હતી


ગુરુવારે ઇન્સ્ટન્ટ બૉલીવુડે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નવો વીડિયો શેર કર્યો. આ વીડિયો બીજા કોઈનો નહીં પરંતુ નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીનો છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન આલિયાને નવાઝના નિવેદન પર એક સવાલ પૂછવામાં આવ્યો હતોજેમાં બદલાપુર ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે તેના બાળકોના ભણતર પર અસર થઈ રહી છે. નવાઝે ઈન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા નિવેદનની નોટમાં પણ આ વિશે લખ્યું છે.






 


આના પર હવે આલિયા સિદ્દીકીએ પોતાનો જવાબ આપતા કહ્યું છે કે- 'બાળકોના ભણતર પર કોઈ અસર થઇ નથી. બંને બાળકો જે રીતે દુબઈમાં ભણતા હતાતે રીતે ભારતમાં તેમનો અભ્યાસ અનેક ગણો સારો થઈ રહ્યો છે. જેની હું પૂરી કાળજી લઈ રહી છું. નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા સિદ્દીકીને બે બાળકો છેજેમાં પુત્રી શોરા સિદ્દીકી અને પુત્ર યાની સિદ્દીકીનો સમાવેશ થાય છે.


નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા ટૂંક સમયમાં છૂટાછેડા લેશે


હાલમાં જ નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ ઈ ટાઈમ્સને ઈન્ટરવ્યુ આપતાં જણાવ્યું હતું કે, 'તેના અને નવાઝના છૂટાછેડા ટૂંક સમયમાં સત્તાવાર થવાના છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ બાળકોની કસ્ટડી માટે કોર્ટમાં અરજી કરી છેપરંતુ હું આવું થવા દઈશ નહીં અને મારા બાળકો માટે મજબૂત લડત આપીશ. મારા બંને બાળકો મારી સાથે રહેવા માંગે છે.